________________
२०४
श्रीनिक्षेपविंशिका-१७
निर्व्यभिचारं यदि सिध्येत् तदा वरमिति भाष्यकृतोऽप्यभिप्रायः, कथमन्यथा तैरपि प्रथमं तदुपपत्त्यर्थमेव प्रयासः कृतः ? कथं वा तदनन्तरमपि 'अथवा इतिशब्दोपन्यासेन 'तस्य भङ्गस्य कथ्यमानं शून्यत्वं न स्वस्यापि सर्वथेष्टम्' इति सूचितम् ?
भाष्यरचनानन्तरमपि न्यायाचार्यश्रीयशोविजयान्तैर्ग्रन्थकृद्भिः काले काले तद्भङ्गोपपादनार्थं कृतः प्रयासस्तेषु तेषु ग्रन्थेषु दृश्यत एव। रे.. दूरेऽन्येषां वार्ता, तत्त्वार्थ-भाष्यटीकाकृद्भिः श्रीसिद्धसेनगणिभिरपि तत्प्रयासः कृत एवेति तेषामपि सर्वेषां ग्रन्थकृतामयमेवाभिप्रायो ज्ञायते यद्– यदि केनाप्युपायेन द्रव्यजीवः सिध्येत् तदा वरमिति । ननु भाष्यकृदादीनां महोपाध्यायान्तानां सर्वेषां ग्रन्थकृतां किमर्थं द्रव्यजीवसिद्धावेव स्वरसः, न तु तदसम्भवसिद्धाविति चेत् ? शृणु मत्परिशीलितं વ્યભિચાર સિદ્ધ થાય તો સારું આવો તત્ત્વાર્થભાષ્યકારનો પણ અભિપ્રાય છે. નહીંતર તેઓએ પણ પ્રથમ તો એ નિયમને સંગત કરવા જ પ્રયાસ જે કર્યો છે તે શા માટે કરત? વળી એ પછી પણ “અથવા એવો શબ્દ વાપરીને “તે ભંગનું કહેવાતું શૂન્યત્વ પોતાને પણ સર્વથા ઇષ્ટ નથી” એવું તેઓએ શા માટે સૂચન કર્યું ? (૩) ભાષ્ય રચાયા પછી પણ (એટલે કે ભાષ્યકારે “અથવા આ ભાંગો શૂન્ય છે એવું કહ્યા પછી પણ) ન્યાયાચાર્યશ્રી યશોવિજયજી મહારાજ સુધીના ગ્રન્થકારોએ કાળે કાળે તે ભંગની સંગતિ માટે કરેલો પ્રયાસ તે તે ગ્રન્થોમાં જોવા મળે જ છે. અરે, બીજાની વાત તો દૂર રહી, તત્ત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રીસિદ્ધસેનગણી મહારાજે પણ એવો પ્રયાસ કર્યો જ છે. એટલે આ બધા ગ્રન્થકારોનો આવો જ અભિપ્રાય જણાય છે કે “જો કોઈપણ ઉપાયે દ્રવ્યજીવ સિદ્ધ થાય તો સારું..”
શંકા : ભાષ્યકાર ભગવંતશ્રીથી લઈને મહોપાધ્યાય સુધીના સર્વ ગ્રન્થકારોનો દ્રવ્યજીવની સિદ્ધિમાં જ આટલો રસ છે, એના અસંભવની સિદ્ધિમાં નહીં, આવું શા માટે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org