________________
जीवस्य वस्त्वंशत्वम्
ન પ્રમાળ, અપૂર્ણાત્, નાવ્યપ્રમાળ, યથાર્થાત્, જિન્તુ પ્રમાળખાંશ:, तथाऽनादिनिधनो जीवो न वस्तु, उत्पादव्ययशून्यत्वात्, नाप्यवस्तु, ध्रौव्ययुक्तत्वात्, अतो वस्त्वंशः । शशशृङ्गं तु यथोत्पादव्ययशून्यं, તથૈવ ધ્રૌવ્યશૂન્યમપીત્યવસ્ત્યવા તતથ નીવો વસ્ત્વશઃ, ન શશરૃ - मिति स्वीक्रियत एव । अत एव जीवो द्रव्यार्थिकनयविषयो भवति, न शशशृङ्गम् । नन्वेवमनुत्पन्नस्थिरैकस्वभावस्य जीवस्य वस्त्वंशत्वे तत्रापि निक्षेपचतुष्टयेन भवितव्यमेवेति चेत् ? न, निक्षेपचतुष्टयव्यापितायाः वस्तुन्येव कथितत्वाद्, न तु वस्त्वंशेऽपि । अत एव द्रव्यान्वयशून्यस्य बुद्धावारोपितस्य केवलस्य क्षणिकपर्यायस्यापि वस्त्वंशत्वेऽपि नैकस्यापि निक्षेपस्य सम्भव इति सूक्ष्मधियोहनीयमेतद् ।
२०१
અનાદિનિધનજીવ એક અંશરૂપ છે. જ્યારે શશશૃંગ વસ્તુના અંશ રૂપ નથી. એ વાત માન્ય જ છે. કારણકે જેમ, નયજ્ઞાન પ્રમાણ નથી, કારણકે અધૂરું છે, અપ્રમાણ પણ નથી, કારણકે યથાર્થ છે, પરંતુ પ્રમાણાંશ છે. એમ અનાદિનિધનજીવ વસ્તુ નથી, કારણકે ઉત્પાદવ્યયશૂન્ય છે, અવસ્તુ પણ નથી, કારણકે ધ્રૌવ્યયુક્ત છે, માટે એ વસ્તુઅંશ છે. શશશૃંગ તો જેમ ઉત્પાદવ્યયશૂન્ય છે, એમ ધ્રૌવ્યશૂન્ય પણ છે જ, માટે અવસ્તુ જ છે. (૨) તેથી જ જીવ, દ્રવ્યાર્થિક નયનો વિષય બને છે, જ્યારે શશશૃંગ બનતો નથી.
શંકા : આમ અનુત્પન્નસ્થિરૈકસ્વભાવજીવ એ ભલે વસ્તુ નથી, પણ વસ્તુઅંશરૂપ તો છે જ. ખપુષ્પની જેમ સાવ અવસ્તુરૂપ તો નથી જ. તો એના પણ ચાર નિક્ષેપા મળવા જોઈએ ને.
સમાધાન ઃ ના, નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતા જે કહી છે તે વસ્તુ અંગે જ કહી છે, વસ્તુ અંશ અંગે નહીં, માટે એ મળતા નથી. એટલે જ દ્રવ્યાન્વયશૂન્ય, બુદ્ધિમાં આરોપિત એવા કેવલ ક્ષણિકપર્યાય પણ વસ્તુઅંશરૂપ હોવા છતાં, એના પણ એક પણ નિક્ષેપ સંભવતા નથી. આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org