________________
जीवस्य न खपुष्पतुल्यत्वम्
सत्यं, केवलमनुत्पन्नस्थिरैकस्वभावस्य जीवस्य यः सर्वनिक्षेपासम्भवेऽपि निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्याभङ्गस्तद्बोधो दृष्टान्तेन सुकरः स्यादिति विचिन्त्य तदुक्तमिति ज्ञेयम् । व्युत्पत्तिनिष्पन्नपदप्रतिपाद्यस्यापि
સમાધાન : અવાંતર અવસ્થાઓ રૂપ સ્વાસ-કોશ વગેરેને નજરમાં ન લઈએ તો પણ માટી વસ્તુસત્ છે, કારણ કે ખુદ દ્રવ્ય-પર્યાયઉભયમય છે. એટલે ‘માટીરૂપે એમ બોલી શકાય છે. પણ દેવ-મનુષ્યાદિ પર્યાયોને નજરમાં લેવાના જ ન હોય, તશૂન્યજીવની જ વાત કરવાની હોય તો એ વસ્તુસત્ છે જ નહીં, કારણ કે એ પર્યાયશૂન્યમાત્રદ્રવ્યાત્મક કલ્પાઈ રહ્યો છે. અને જો એ પરમાર્થવસ્તુરૂપ નથી, તો “જીવરૂપે એવું બોલી શકાતું જ નથી. ને તેથી દેવ-મનુષ્યાદિને દેવ-મનુષ્યાદિરૂપે જ લેવાના હોવાથી દ્રવ્યનિક્ષેપ તરીકે મનુષ્ય-દેવાદિ બિન ભિન્ન મળે તો પણ કોઈ પ્રશ્ન નથી જ.
શંકા : આ મનુષ્ય-દેવાદિ તો વસ્તુતઃ દેવ-મનુષ્યાદિરૂપ જીવવિશેષના જ દ્રવ્યનિક્ષેપ છે. એટલે જીવસામાન્યનો દ્રવ્યનિક્ષેપ જો આ સિવાય બીજો કોઈ મળતો ન હોય તો આવી બધી ઝંઝટ કરવાના બદલે તમારે સ્વીકારી લેવું જોઈએ કે જીવસામાન્યનો દ્રનિક્ષેપ સંભવતો નથી.
સમાધાન : તત્ત્વનિર્ણય કરવો હોય તો આમ અકળાઈ ન જવાય. જીવસામાન્યનો તો માત્ર દ્રવ્યનિક્ષેપ જ નહીં, એક પણ નિક્ષેપ મળતો જ નથી. કારણ કે જીવસામાન્ય એ કોઈ વસ્તુ જ નથી. તે પણ એટલા માટે કે જીવસામાન્ય એ માત્ર સામાન્યવાદી નયનો જ વિષય છે. પરમાર્થસત્ વસ્તુ તો એ જ હોય છે જે પ્રમાણનો વિષય હોય. એટલે જ જીવસામાન્યને વિશેષવાદી ખપુષ્પતુલ્ય કહી અવસ્તુ જણાવી દે છે, ને એ જ દલીલોથી પ્રમાણ પણ એકાન્ત સામાન્યમય જીવને નકારે છે. એટલે જીવશબ્દનો પરમાર્થસતું વાચ્યાર્થ લેવો હોય તો દેવ-મનુષ્યાદિ જ લઈ શકાય છે, ને એટલે એના નિક્ષેપ તરીકે પણ દેવ-મનુષ્યાદિના જ નિક્ષેપા લેવા પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org