________________
१८८
श्रीनिक्षेपविंशिका-१७
तत्पर्यायकारणीभूतस्य पूर्वपर्यायापन्नस्य परमाण्वादेरेव द्रव्यनिक्षेपत्वं, यदि च पर्यायवियुक्तं पूर्वापरीभावशून्यं त्रैकालिकं किञ्चिद् बुद्धावारोप्यते तदा तस्यावस्तुत्वादेव नामादीनां सर्वेषां निक्षेपाणामसम्भवेऽपि न તોષઃ |
न च नामादीनां सर्वेषां निक्षेपाणामसम्भवः कथम् ? नामनिक्षेपस्य सम्भवात् । तथाहि-कश्चिद् गोपालको यदि स्वस्य पुत्रस्य ‘पुद्गल' इति नाम स्थापयति तदा तस्यैव पुत्रस्य नामपुद्गलत्वसम्भवः स्पष्ट एवेति वाच्यं, एवं तु शशशृङ्गादेरपि नामनिक्षेपसम्भवापत्तेः, स्वपुत्रस्य ‘શશગૃતિના સ્થાપનેફ્સ્ય નોપર્તિસ્ય વયે તે નિષેદ્વાર? इति । ननु शशशृङ्गाख्यः स गोपालदारको यदि न शशशृङ्गस्य नामनिक्षेपस्तर्हि स कस्य नामनिक्षेप इत्युच्यताम् । न कस्यचिदपीति લેવાય, તો તે પર્યાયના કારણભૂત પૂર્વપર્યાયરૂપ પરમાણુ વગેરે જ દ્રવ્યનિક્ષેપ તરીકે મળી જશે. અને જો પર્યાયરહિત પૂર્વાપરભાવશૂન્ય સૈકાલિક કશુંક બુદ્ધિમાં આરોપિત કરાય, તો એ અવસ્તુરૂપ હોવાથી જ નામાદિ બધા જ નિક્ષેપાઓનો અસંભવ હોવા છતાં કોઈ દોષ નથી.
શંકા : નામાદિ બધા નિક્ષેપનો અસંભવ શા માટે કહો છો? કારણ કે નામનિક્ષેપ તો સંભવે છે. તે આ રીતે - કોઈક ગોપાલક જો પોતાના પુત્રનું ‘પુદ્ગલ' એવું નામ રાખે તો એ પુત્ર જ નામપુદ્ગલ તરીકે મળશે એ સ્પષ્ટ છે.
સમાધાન : આ રીતે તો શશશૃંગનો નામનિક્ષેપ પણ મળી જશે. કારણ કે પોતાના પુત્રનું શશશૃંગ એવું નામ રાખવાને ઇચ્છતા ગોપાલકને આપણે તો ના પાડી શકતા નથી.
શંકા : એ શશશૃંગ નામે ગોપાળપુત્ર જો શશશૃંગનો નામનિક્ષેપ નથી, તો કોનો નામનિક્ષેપ છે ? એ કહો.
સમાધાન : કોઈનો પણ નહીં. જે જે નામવાન્ હોય તે દરેકે કોઈકના ને કોઈકના નામનિક્ષેપ તો બનવું જ પડે એવી કોઈ વ્યાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org