________________
अनादिनिधनस्य जीवस्यावस्तुत्वम्
१८१
वस्तुत्वस्य ख्यापितत्वात्, शिष्टजनेषु च जीवतत्त्वस्य चिरपरिचितत्वादिति चेत् ?, न, तस्य ख्यापितस्य चिरपरिचितस्य जीवाख्यवस्तुनो भिन्नत्वाद्, द्रव्यनिक्षेपासम्भववतो जीवेतिपदप्रतिपाद्यस्य भवत्कल्पनाविषयस्य च भिन्नत्वाद्। अयम्भावः- जीवेतिपदप्रतिपाद्यत्वेन किं रमते भवत्कल्पनायाम् ? अवस्थाविशेषलक्षणपर्यायापन्नः कश्चित्पदार्थस्तत्छून्यो वा ? यद्याद्यो विकल्पस्तर्हि तदवस्थाविशेषकारणीभूतपूर्वकालीनावस्थाविशेषापन्नस्य पदार्थस्यैव द्रव्यनिक्षेपत्वसम्भवान्न व्यभिचारः। अथ द्वितीयो विकल्पस्तर्हि स्फुटमेव तस्यावस्तुत्वं, पर्यायवियुक्तस्य कल्पनाविषयस्य वस्तुतोऽवस्तुत्वात् । अवस्तुत्वेऽपि पदप्रतिपाद्यतया कल्पनारूढत्वमात्रेण यदि निक्षेपैर्भवितव्यं, तदा शशशृङ्गादेरपि निक्षेप॑र्भवितव्यताऽऽपत्तिः स्फुटैव । વ્યુત્પત્તિવાળું પદ છે તેના પ્રતિપાઘ એવા જીવની સત્તાને-વસ્તુપણાને સાબિત કરેલ જ છે. વળી શિષ્ટજનોમાં જીવતત્ત્વ તો ખૂબ જ પરિચિત પણ છે જ.
સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે શાસ્ત્રોમાં કહેલ અને શિષ્ટોમાં ચિરપરિચિત એવી જીવનામની વસ્તુ જુદી છે અને જેનો દ્રવ્યનિક્ષેપ અસંભવિત છે એ “જીવ’પદપ્રતિપાદ્ય તમારી કલ્પનાનો વિષય જુદો છે. આશય આ છે કે જીવ એવા પદના પ્રતિપાદ્ય તરીકે તમારા મનમાં શું રમે છે? એક ચોક્કસ અવસ્થારૂપ પર્યાયથી યુક્ત એવો કોઈક પદાર્થ કે એવા પર્યાયથી શૂન્ય કોઈક પદાર્થ ? જો પ્રથમ વિકલ્પ હોય તો એ અવસ્થાવિશેષના કારણભૂત જે પૂર્વકાલીન-અવસ્થાવિશેષ, તેનાથી યુક્ત પદાર્થ જ દ્રવ્યનિક્ષેપ તરીકે મળવાથી વ્યભિચાર નથી. હવે, જો બીજો વિકલ્પ કહેશો તો એ તો અવસ્તુ જ છે, કારણકે પર્યાયશૂન્ય એવો કલ્પનાનો વિષય વસ્તુતઃ અવસ્તુ જ હોય છે. અવસ્તુ પણ પદપ્રતિપાદ્ય હોવાના કારણે જો કલ્પનામાં આરૂઢ થાય તો એના નિક્ષેપ હોવા જ જોઈએ- આવું માનવામાં તો શશશૃંગાદિના નિક્ષેપ પણ હોવા જ જોઈએ... એવું માનવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org