________________
श्रीनिक्षेपविंशिका - १७
न च शशशृङ्गादेस्तु नैकस्यापि निक्षेपस्य सम्भवः, जीवस्य तु न तथा, तस्य केवलस्य द्रव्यनिक्षेपस्यैवासम्भवादिति वाच्यम्, पर्यायवियुक्तस्य जीवस्यापि नैकस्यापि निक्षेपस्य सम्भवः, भवत्कल्पनायां ये निक्षेपा अवतरन्ति ते तु पर्यायविशेषापन्नस्य जीवस्यैवेति सूक्ष्मधिया विभावनीयमिदम् । ननु महोपाध्यायैर्जेनतर्कभाषायां निक्षेपत्रयस्य सम्भवस्तु कथित एव । तथाहि - तत्र यद्यपि यस्य जीवस्याजीवस्य वा जीव इति नाम क्रियते स नामजीवः, देवतादिप्रतिमा च स्थापनाजीवः, औपशमिकादिभावशाली च भावजीव इति जीवविषयं निक्षेपत्रयं सम्भवति, न तु द्रव्यनिक्षेप इति । ततश्च भवता किमिति तदसम्भव कथ्यत इति चेत् ? सत्यं, आपातदृष्ट्या
',
',
१८२
શંકા : શશશૃંગાદિના તો એકે નિક્ષેપ સંભવતા નથી. જીવ માટે એવું નથી. એનો તો માત્ર દ્રવ્યનિક્ષેપ જ સંભવતો નથી.
સમાધાન : ના, પર્યાયશૂન્ય જીવનો પણ એકે નિક્ષેપ સંભવતો નથી. તમારી કલ્પનામાં જે નિક્ષેપાઓ આવે છે તે તો પર્યાયવિશેષથી યુક્ત જીવના જ આવે છે. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચા૨વી.
શંકા : મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે જૈનતર્કભાષામાં જીવના ત્રણ નિક્ષેપાઓનો સંભવ તો કહ્યો જ છે. તે આ રીતે– તત્ર જીવ અંગે. જો કે જે જીવ કે અજીવનું ‘જીવ' એવું નામ રાખવામાં આવ્યું હોય તે નામજીવ. દેવતા વગેરેની પ્રતિમા એ સ્થાપનાજીવ અને ઔપશમિ-કાદિભાવશાલી પદાર્થ એ ભાવજીવ. આમ જીવના ત્રણ નિક્ષેપ સંભવે છે. પણ દ્રવ્યનિક્ષેપ સંભવતો નથી. તો તમે કેમ ત્રણનો પણ અસંભવ કહો છો.
–
સમાધાન : વાત સાચી છે. ઉપલકદિષ્ટએ ‘ત્રણનો સંભવ કહ્યો છે' એવું જરૂર પ્રતીત થાય છે. પણ જ્યારે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવામાં આવે ત્યારે ‘તેઓશ્રીએ આ ત્રણનો પણ અસંભવ સૂચવેલો જ છે' એવું પ્રતીત થાય જ છે. તે આ રીતે- સ્થાપનાજીવ તરીકે તેઓએ દેવતાદિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org