________________
द्रव्यजीवप्रसिद्ध्यर्थं विविधाः प्रयासाः
जैनतर्कभाषायां इत्यप्याहु:' इत्यनेन, नयरहस्ये च ' इत्यपि वदन्ति' इत्यनेन समाधानेऽस्मिन् स्वारसः सूचितः । एतच्च पूर्वं विचारितमेवेति नोआगमतो भावजीवं प्रति यस्योपादानकारणत्वं तस्यैव द्रव्यजीवत्वकथनस्य न्याय्यतया द्रव्यजीवस्याप्रसिद्धिरेव, अनादिनिधनस्य जीवस्य कारणताया अप्रसिद्धत्वात् । ततश्च निक्षेपचतुष्टयस्य सर्वव्यापिताभङ्गो वज्रलेपायित एवेति पूर्वपक्षशङ्काग्रन्थः ॥ १६ ॥ समाधत्ते - मैवं, जीवस्य वस्तुत्वं यतो नास्ति ततः कुतः ? तन्नियमस्य भङ्गो यद् वस्तुषूक्तः स एव नु ॥ १७ ॥
અત્રેવારો મિન્નામ:, મુસ્તુ ઘુત્વર્થે । તતથ, મૈવ, યતો કહેલ છે. એટલે જ મહોપાધ્યાય વડે જૈનતર્કભાષામાં ‘ઇત્યપ્યા:' (આમ પણ કેટલાક કહે છે)' એમ કહેવા દ્વારા અને નયરહસ્યમાં ‘ઇત્યપિ વદન્તિ’ એમ કેહવા દ્વારા આવા સમાધાનમાં પોતાની અરુચિ વ્યક્ત કરાયેલી છે. આ વાત પૂર્વે વિચારાઈ ગયેલી જ છે. માટે નોઆગમથી ભાવજીવ પ્રત્યે જે ઉપાદાનકારણ હોય તેને જ દ્રવ્યજીવ તરીકે લેવો ઉચિત હોવાથી દ્રવ્યજીવ અપ્રસિદ્ધ જ છે. કારણ કે અનાદિનિધન જીવની કારણતા અપ્રસિદ્ધ છે. અને તેથી નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાનો ભંગ વજ્રલેપ જેવો છે જ. આ પ્રમાણે પૂર્વપક્ષગ્રન્થ જાણવો. (આ આખી ગાથામાં પૂર્વપક્ષનો જ અધિકાર હોવાથી બધી પૂર્વપક્ષની જ રજુઆત જાણવી. એની સામે શંકાઓ જે રજુ થઈ છે એના એણે આપેલા સમાધાન ‘સમાધાન’ તરીકે રજુ કર્યા છે એ જાણવું.) ॥૧૬॥ પૂર્વપક્ષીએ ૧૬ મી ગાથામાં રજુ કરેલા પૂર્વપક્ષનું ગ્રન્થકાર હવે પછીની ૧૭ મી ગાથામાં સમાધાન આપે છે.
ગાથાર્થ : તમારી વાત બરાબર નથી, કારણ કે જીવ એ કોઈ વસ્તુ જ નથી, માટે એ નિયમનો ભંગ શી રીતે કહેવાય ? કારણ કે એ નિયમ તો વસ્તુઓ માટે કહ્યો છે. ગાથાનો સંક્ષેપાર્થ પણ આવો જ છે.
Jain Education International
For Private & Personal Use Only
"
१७९
www.jainelibrary.org