________________
૨૭૮
श्रीनिक्षेपविंशिका-१६
इत्यपि सिध्यत्येव । ततश्च 'सिद्धस्यैव भावजीवत्वं, न तु संसारिणो जीवस्ये'त्यापादनस्यासङ्गततया भाविदेवादिलक्षणजीवपर्यायहेतोर्मनुष्यादेरेव द्रव्यजीवत्वसम्भवे न जीवस्य द्रव्यनिक्षेपोऽप्रसिद्ध इति चेत् ?
मैवं, एवमप्यविशिष्टस्य जीवस्य द्रव्यनिक्षेपस्याप्रसिद्धत्वाद्, मनुष्यादेर्देवत्वादिविशिष्टजीवं प्रत्येव हेतुत्वाद्, अनादिनिधनं जीवसामान्यं प्रति कस्यापि हेतुत्वासम्भवात् । तथैव द्रव्यद्रव्यमप्यप्रसिद्धमेव, मृदादेघटादिविशिष्टद्रव्यं प्रत्येव हेतुत्वादिति ।। ___अथ जीवपदार्थज्ञस्तत्रानुपयुक्तो वक्ता द्रव्यजीव इति चेत् ? न, निक्षेपचतुष्टयस्य सर्वव्यापितायां भूतस्य भाविनो वा भावस्य यत्कारणं
तद् द्रव्यम्' इति परिभाषायाः स्वीकृतत्वाद् । अत एव महोपाध्यायैः વિરોધ નથી' એવું પણ સિદ્ધ થાય જ છે. એટલે, “સિદ્ધાત્મા જ ભાવજીવ બનશે, સંસારીજીવ નહીં.” એવી આપત્તિ આપી ન શકાવાથી ભાવી દેવાધિરૂપ જીવપર્યાયના કારણભૂત મનુષ્યાદિમાં દ્રવ્યજીવત્વ સંભવિત બનવાથી જીવનો દ્રવ્યનિક્ષેપ અપ્રસિદ્ધ રહેતો નથી.
સમાધાન (પૂર્વપક્ષ) : છતાં અવિશિષ્ટ એવા જીવનો દ્રવ્યનિક્ષેપ તો અપ્રસિદ્ધ છે જ. કારણ કે મનુષ્યાદિ તો દેવત્વાદિવિશિષ્ટ જીવ પ્રત્યે જ કારણ છે. અનાદિનિધન જીવસામાન્ય પ્રત્યે તો કોઈ કારણ સંભવતું જ નથી. એ જ રીતે દ્રવ્યદ્રવ્ય પણ અપ્રસિદ્ધ જ છે. માટી વગેરે તો ઘટાદિવિશિષ્ટ દ્રવ્ય પ્રત્યે જ કારણ હોવાથી એના જ દ્રવ્યનિક્ષેપ છે, દ્રવ્યસામાન્યના તો નહીં જ.
શંકાઃ “જીવપદાર્થનો જાણકાર એમાં અનુપયુક્ત વક્તા એ દ્રવ્યજીવ છે' એમ લ્યો.
સમાધાન (પૂર્વપક્ષ) : ના, એમ લેવું એ યોગ્ય નથી, કારણ કે નિક્ષેપચતુષ્ટયની જે સર્વવ્યાપિતા કહેલી છે તે “ભૂત કે ભાવી ભાવનું જે કારણ તે દ્રવ્ય આવી વ્યાખ્યાથી મળતા દ્રવ્યનિક્ષેપને નજરમાં રાખીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org