________________
श्रीनिक्षेपविंशिका - १६
कारणत्वापेक्षयेति घटेऽपि कपालकारणत्वापेक्षया सा नैव कर्तव्येति સિદ્ધમ્ ।
ननु कथं तर्हि सा कर्तव्येति चेत् ? स्वोपादानकारणत्वापेक्षयेति गृहाण ये नाम-स्थापना - भावनिक्षेपा यथा घटसम्बन्धिनो गृहीतास्तथैव द्रव्यनिक्षेपोऽपि घटसम्बन्ध्येव गृहीतः स्याद् । तथा च 'कम्बुग्रीवादिमान् भावघटो नामघट-स्थापनाघट - द्रव्यघट - भावघटइत्येवं निक्षेपचतुष्टयमयः' इति सिध्यति । ननु भावघटः कथं द्रव्यघटमयः ? स्वस्य स्वोपादानत्वासम्भवादिति चेत् ? तत्किं भावघटस्य मृद्रव्येण सह
१७६
નિક્ષેપચતુષ્ટયાત્મક છે એ નિયમ જળવાઈ રહે એ માટે સિદ્ધાત્મામાં દ્રવ્યનિક્ષેપને જુદી રીતે ઘટાવવો આવશ્યક બને છે. ને એ આવશ્યક બને છે, માટે ઘટમાં પણ ભાવી અવસ્થાન્તરભૂત કપાલની કારણતા એ દ્રવ્ય.. એ રીતે નહીં, પણ સિદ્ધાત્માની જેમ એ જુદી જ રીતે ઘટાવવો જરૂરી છે, એ સ્પષ્ટ છે.
પ્રતિશંકા (પૂર્વપક્ષ) : તો એ કઈ રીતે ઘટાવવો ? અર્થાત્ સ્વોત્તરકાલીનપર્યાયની કારણતા એ દ્રવ્ય એમ નથી લેવાનું તો કોની કારણતાને દ્રવ્ય તરીકે લેવાની છે ?
શંકાકાર : પોતાની જ કારણતા એમ જાણ. અર્થાત્ ‘પોતાની જ જે ઉપાદાનકારણતા એ દ્રવ્ય' એમ અહીં લેવાનું છે. વળી જેની કારણતા લેવાય એનો જ એ દ્રવ્યનિક્ષેપ બનતો હોવાથી એ પોતાનો જ દ્રવ્યનિક્ષેપ બનશે. ને તેથી નામ-સ્થાપના અને ભાવનિક્ષેપાઓ જેમ ઘડાના લીધા છે તેમ દ્રવ્યનિક્ષેપો પણ ઘડાનો જ મળશે. ને તેથી કંબુગ્રીવાદિમાન્ ભાવઘટ નામઘટ-સ્થાપનાઘટ-દ્રવ્યઘટ અને ભાવઘટ એમ ચારે નિક્ષેપમય છે એમ પણ સિદ્ધ થઈ જશે.
પ્રતિશંકા (પૂર્વપક્ષ) : ભાવઘટ કેવી રીતે દ્રવ્યઘટમય પણ હોય ? કારણ કે પોતે પોતાનું ઉપાદાનકારણ હોવું સંભવિત નથી. શંકાકાર : ભાવઘટનું ઉપાદાનકારણ માટીદ્રવ્ય છે. આ માટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org