________________
१७२
श्रीनिक्षेपविंशिका-१६
रत्वेनाविवक्षितत्वात्, अन्यथा भावजीवाभावप्रसङ्गात् । अयम्भावःयो भाविनो जीवपर्यायस्य हेतुः स द्रव्यजीव इति व्याप्त्याऽस्माभिमनुष्यादौ द्रव्यजीवत्वं स्थापितम् । तन्निराकरणार्थं भवता 'पूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सोः कारणतया द्रव्यजीव एव स्यात्, यस्तु कार्यमेव स्यात्, न तु कस्याश्चिदपि भाव्यवस्थायाः कारणं, स एव भावजीवः स्यादिति सिद्ध एव भावजीवः स्याद्, नान्यः कोऽपि' इत्याद्युक्तम् (पृ.१६७)। ततश्च यद्यगुरुलघुपर्यायाद्यपेक्षसूक्ष्मपरिवर्तनजन्यानामपि कार्यत्वं विवक्ष्येत तदा सर्वस्यापि सिद्धक्षणस्य द्रव्यजीवत्वमेव स्याद्, स्वोत्तरभावितादृक्परिवर्तनजन्यावस्थान्तरलक्षणकार्यस्य कारणत्वात् । तथा यतो नैकस्यापि सिद्धक्षणस्य केवलं
શંકાકાર ઃ આવા સૂક્ષ્મપરિવર્તન જન્ય જે અવસ્થાઓ હોય એને અહીં ભાવી અવસ્થાન્તર તરીકે વિવવામાં આવી નથી, માટે એની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપને ઘટાવવો બરાબર નથી.અન્યથા = આવી અવસ્થાઓને પણ જો ભાવી અવસ્થાન્તર તરીકે વિવક્ષવામાં આવે તો ભાવજીવનો અભાવ થઈ જવાની આપત્તિ આવશે. આશય આ છે – જે ભાવી જીવપર્યાયનો હેતુ હોય તે દ્રવ્યજીવ' આવી વ્યક્તિ દ્વારા અમે મનુષ્યાદિને દ્રવ્યજીવ તરીકે કહેલા. તેનો નિષેધ કરવા માટે તમે આમ પૂર્વ-પૂર્વજીવ પછી-પછીના ઉત્પન્ન થનાર પર્યાયિની અપેક્ષાએ કારણભૂત હોવાથી દ્રવ્યજીવ જ બનશે. જે માત્ર કાર્યરૂપ જ હોય, કોઈપણ ભાવીઅવસ્થાના કારણભૂત ન હોય તે જ ભાવજીવ બની શકશે. ને એવા તો સિદ્ધ જ હોવાથી માત્ર સિદ્ધ જ ભાવજીવ બનશે, બીજો કોઈ નહીં. આમ (પૃ.૧૬૭) કહેલું છે, એટલે અગુરુલઘુપર્યાયોની અપેક્ષાએ સૂક્ષ્મ પરિવર્તનજન્ય અવસ્થાઓને પણ જો કાર્ય તરીકે લેવાની હોય તો બધી જ સિદ્ધક્ષણો દ્રવ્યજીવ જ બની જશે, કારણ કે સ્વોત્તરભાવી જે તેવા પરિવર્તનથી થયેલ અવસ્થાન્તરરૂપ કાર્ય, તેના કારણરૂપ છે. તેથી માત્ર કાર્યરૂપ હોય એવી એક પણ સિદ્ધક્ષણ ન મળવાથી, ને એક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org