________________
सिद्धे द्रव्यनिक्षेपाभावापत्तिः
१७१
स्थूलदृष्ट्यैव तैः सा कृता, सूक्ष्मेक्षिकया तु घटापेक्षयैव सा तैरपि कृता स्यादेवेति मन्तव्यं, अन्यथा सिद्धे द्रव्यनिक्षेपाभावप्रसङ्गात् । तथाहि- यथा घटे भाविकपालादिकार्यापेक्षया यत्कारणत्वं तदेव द्रव्यत्वेनोक्तं, तथा सिद्धेऽपि भाव्यवस्थान्तरलक्षणकार्यापेक्षयैव कारणत्वं द्रव्यत्वं च वक्तव्यं स्यात् । तत्तु न सम्भवत्येव, सिद्धावस्थाया अनन्तत्वेन भाव्यवस्थान्तरस्यासम्भवात् । न च सिद्धात्मन्यपि प्रतिक्षणमगुरुलघुपर्यायाद्यपेक्षया परिवर्तनं भवत्येवेत्यागामिनि क्षणे या तत्पर्यायाद्यपेक्षाऽवस्था, तत्कारणत्वं वर्तमानक्षणीयसिद्धावस्थायां वर्तत एव । ततश्च तत्कारणत्वस्यैव द्रव्यत्वसम्भवात्, कुतो द्रव्यनिक्षेपाभावप्रसङ्ग इति वाच्यं, एतादृक्सूक्ष्मपरिवर्तनजन्यानामवस्थानामवस्थान्तસ્થૂલદૃષ્ટિએ તેઓએ કહ્યું છે. બાકી સૂક્ષ્મદષ્ટિથી જ્યારે વિચારવામાં આવે ત્યારે તેઓએ પણ દ્રવ્યનિક્ષેપને પણ ઘડાની અપેક્ષાએ જ ઘટાવ્યો હોત. નહીંતર સિદ્ધાત્મામાં દ્રવ્યનિક્ષેપનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. તે આ રીતે- જેમ ઘડામાં, ઘડાની જ જે કારણતા હોય છે એને જ દ્રવ્ય તરીકે ન લેવાની હોય, પણ ભાવીકપાલાદિ કાર્યની અપેક્ષાએ જે કારણતા હોય એને જ દ્રવ્ય તરીકે લેવાની હોય તો વસ્તુ તરીકે જ્યારે ઘડાને બદલે સિદ્ધજીવ લેવામાં આવ્યો હોય ત્યારે એમાં પણ, ભાવી જે બીજી અવસ્થારૂપ કાર્ય, એની અપેક્ષાએ જ કારણતા અને દ્રવ્યનિક્ષેપ લેવાના રહે. પણ એ તો અસંભવિત છે, કારણ કે સિદ્ધાવસ્થા અનંત હોવાથી પછી કોઈ અવસ્થાન્તર સંભવિત જ નથી.
પ્રતિશંકા (પૂર્વપક્ષ)ઃ સિદ્ધાત્મામાં પણ પ્રતિક્ષણ અગુરુલઘુપર્યાયોની અપેક્ષાએ પરિવર્તન થયા જ કરતું હોય છે. એટલે પરિવર્તિત થયેલા અગુરુલઘુ-પર્યાયની અપેક્ષાએ આગામીક્ષણમાં જે અવસ્થા થશે એની કારણતા વર્તમાન સિદ્ધાવસ્થામાં છે જ. એટલે આ કારણતાને જ દ્રવ્યરૂપે લેવી શક્ય હોવાથી સિદ્ધજીવમાં દ્રવ્યનિક્ષેપનો અભાવ થઈ જવાની આપત્તિ ક્યાંથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org