________________
श्रीनिक्षेपविंशिका - १६
पनाजीवः, औपशमिकादिभावशाली च भावजीव इति जीवविषयं निक्षेपत्रयं सम्भवति, न तु द्रव्यनिक्षेपः । अयं हि तदा सम्भवेत् यद्यजीवः सन्नायत्यां जीवोऽभविष्यत्, यथाऽदेव: सन्नायत्यां देवो भविष्यन् द्रव्यदेव इति । न चैतदिष्टं सिद्धान्ते, जीवादीनां द्रव्याणामितप्रवेशित्वात्, जीवत्वस्यानादिनिधनपारिणामिकभावत्वादिति । न च गुणपर्यायवियुक्तत्वेन बुद्ध्या कल्पितोऽनादिपारिणामिकभावयुक्तो द्रव्यजीवः सम्भवेदिति वाच्यं, सतां गुणपर्यायाणां बुद्ध्याऽपनयनस्य कर्तुमशक्यत्वात् । न खलु ज्ञानायत्ताऽर्थपरिणतिः, किन्तु यथा यथाऽर्थो विपरिणमते तथा तथा ज्ञानं प्रादुर्भवतीति । अर्थस्तु न कदाचिदपि क्वचिदपि गुणपर्यायवियुक्तत्वेन विपरिणमते येन बुद्ध्या तदपनयनं शक्यं स्यादिति शून्योऽयं भङ्गः । ततश्च नामादिचतुष्टयस्य सर्वव्यापितानियमभङ्गो ध्रुव एवेति ।
१६४
કરી શકાતા નથી. પદાર્થનો પરિણામ જ્ઞાનને આધીન હોતો નથી. અર્થાત્ આપણે બુદ્ધિથી એવી કલ્પના કરીએ કે અમુક જીવમાંથી એના ગુણ-પર્યાય અળગા થઈ ગયા ને એ ગુણ-પર્યાય વિહોણું ખાલી જીવદ્રવ્ય રહ્યું. એટલા માત્રથી એ જીવ કાંઈ ગુણ-પર્યાયશૂન્ય એવા પરિણામવાળો બની જતો નથી. આમ પદાર્થે કેવી રીતે પરિણમવું એ જ્ઞાનને આધીન હોતું નથી. પણ પદાર્થ જે જે રીતે પરિણમે છે એ એ રીતે તદ્વિષયક જ્ઞાન આકાર પામે છે. અને પદાર્થ તો ક્યારેય પણ ક્યાંય પણ ગુણપર્યાયરહિતરૂપે પરિણમતો નથી કે જેથી બુદ્ધિથી ગુણપર્યાયને દૂર કરી શકાય. માટે દ્રવ્યજીવ આ શૂન્ય ભંગ છે. ને તેથી નામાદિચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમનો ભંગ થાય જ છે.
શંકા : પ્રાયઃ બીજા સર્વ પદાર્થોમાં આ ચતુષ્ટય વ્યાપક છે જ. એટલે આ એક સ્થળે કદાચ એ ન હોય તો પણ કોઈ દોષ નથી. અર્થાત્ ‘નામાદિચતુષ્ટય જીવ સિવાયની દરેક વસ્તુઓમાં વ્યાપક છે' એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org