________________
१५८
श्रीनिक्षेपविंशिका-१५
विनिगमकाभावात् । अथ कस्मिंश्चित्प्रस्ताव उच्चरितो हरिशब्दो विष्णोरिन्द्रस्य चेति द्वयोरपि शक्यार्थत्वेऽपि प्रस्तावमनुसृत्यान्यतरमेव बोधयति न तु द्वयमपि । ततश्च हरिशब्दस्य विष्णोरिन्द्रस्य च बोधने या शक्तिः सा नैकैव, अपि तु पृथक् पृथक् द्वे एव । ताभ्याश्च या शक्तिः सक्रिया भवेत् तच्छक्यार्थ उपस्थीयेत, या तु प्रस्तावात्मकोत्तेजकाभावात् सुषुप्तैवावतिष्ठेत न तच्छक्यार्थ उपस्थीयेतेति । नन्वेकयैव शक्त्या हरिशब्दो द्वयमपि बोधयतु, लाघवात्, न तु पृथग्भूताभ्यां द्वाभ्यां शक्तिभ्यां, गौरवादिति चेत् ? न, तदा सकृदेवोच्चरितेनापि हरिशब्देन द्वयोरप्युपस्थितिप्रसङ्गात् । ततश्च हरिशब्दः पृथक्शक्तिक इति निश्चीयते । अथैकशक्तिको नानार्थः शब्दो विचार्यते । तत्र पुष्पदन्तशब्द उदाहरणम् । तस्य शब्दस्य श्रवणेन सूर्यस्य चन्द्रस्येत्युકારણ કે કોને શક્યાર્થ માનવો ને કોને લક્ષ્યાર્થ? એમાં કોઈ વિનિગમક નથી. હવે, કોઈક પ્રસ્તાવમાં બોલાયેલો “હરિ' શબ્દ, વિષ્ણુ અને ઇન્દ્ર બન્ને શક્યાર્થરૂપ હોવા છતાં પ્રસ્તાવને અનુસરીને એકનો જ બોધ કરાવે છે, બન્નેનો નહીં. તેથી “હરિ' શબ્દની વિષ્ણુને ને ઇન્દ્રને જણાવવાની જે શક્તિ છે તે એક જ નથી, પણ પૃથક્ પૃથફ છે એમ માનવું પડે છે. એ બેમાંથી જે શક્તિ સક્રિય બને છે તેનો શક્યાથે ઉપસ્થિત થાય છે, અને પ્રસ્તાવાત્મક ઉત્તેજક ન મળવાથી જે શક્તિ સુષુપ્ત જ રહે છે તેનો શક્યાથે ઉપસ્થિત થતો નથી.
પ્રતિશંકા : હરિ શબ્દ એક જ શક્તિથી બન્નેને જણાવે છે, એવું માનો ને, કારણ કે એમાં લાઘવ છે. જુદી-જુદી શક્તિ માનવામાં તો ગૌરવ છે.
પ્રતિસમાધાન : તો પછી એક જ વાર બોલાયેલા હરિ શબ્દથી બન્ને ઉપસ્થિત થવાની આપત્તિ આવે. માટે હરિશબ્દ પૃથક શક્તિવાળો છે, એમ નિશ્ચિત થયું.
હવે એકશક્તિક નાનાર્થક શબ્દ વિચારીએ. એમાં ‘પુષ્પદંત' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org