________________
निरूढलक्ष्यार्थस्य निक्षेपत्वम्
१५७
लक्षणया तु यस्य सर्वत्र पदप्रतिपाद्यत्वसम्भवो यत्र निरूढलक्षणेत्यर्थस्तस्यैव निक्षेपत्वेन व्यवहारस्तदन्यस्य तु यस्य विवक्षाविशेषवशात् सम्प्रदायसंमतत्वं तस्यैव तद्व्यवहार इत्यस्माकं मतिः । नाम्नस्तु सर्वत्र पदप्रतिपाद्यत्वसम्भवोऽतस्तस्य लक्ष्यार्थत्वेऽपि निक्षेपत्वेन व्यवहारो भवत्येव, गङ्गातीरादेर्मूर्खादेर्वा न तथात्वमतो न तद्व्यवहारः। वैयाकरणादिवन्नाम्न्यपि शक्तेरभ्युपगमपक्षे तु न कोऽपि प्रश्नः। ____ ननु घटादिपदस्य जात्यादिषु या शक्तिः सैकैव भिन्ना वा ? प्रश्नस्यायमाशयः- ये शक्तिसम्बन्धेनानेकानर्थान् बोधयन्ति ते नानार्थाः शब्दा द्विविधा भवन्ति-पृथक्शक्तिका एकशक्तिकाश्च। तथाहि-हरिशब्दो विष्णुत्वेन विष्णुं बोधयति, इन्द्रत्वेन चेन्द्रम् । अत्र विष्णुश्चेन्द्रश्चेत्येतौ द्वावपि शक्यार्थावेव, न त्वेकः शक्यार्थस्तदन्यस्तु लक्ष्यार्थ इति,
સમાધાન : લક્ષણા દ્વારા તો જે સર્વત્ર પદપ્રતિપાદ્ય હોવું સંભવે અર્થાત્ જેમાં નિરૂઢલક્ષણા હોય તેનો જ નિક્ષેપ તરીકે વ્યવહાર થાય છે. તે સિવાયના પદાર્થોમાંથી તો જેનો તેવી કોઈ વિવક્ષાના કારણે તેવો વ્યવહાર સમ્પ્રદાય સંમત હોય તો જ તેનો જ નિક્ષેપ તરીકે વ્યવહાર કરવો, અન્યનો નહીં, આવું અમને લાગે છે. નામ તો સર્વત્ર પદપ્રતિપાદ્ય હોવું સંભવે જ છે, માટે એ લક્ષ્યાર્થરૂપ હોવા છતાં નિક્ષેપ તરીકે સંમત છે. પણ ગંગાતીર કે મૂર્ખ વગેરે એવા નથી, માટે નિક્ષેપ તરીકે માન્ય નથી. વૈયાકરણાદિની જેમ નામમાં પણ શક્તિ માનવાના પક્ષમાં તો કોઈ પ્રશ્ન જ નથી.
શંકા : ઘટાદિ શબ્દની જાતિ વગેરેમાં જે શક્તિ છે તે એક જ છે કે ભિન્ન ભિન્ન ? પૂછવાનો આશય એ છે કે – શક્તિસંબંધથી અનેક પદાર્થોને જણાવનાર નાનાર્થક શબ્દો બે પ્રકારના હોય છે - જુદી જુદી શક્તિવાળા અને એકશક્તિવાળા. તે આ રીતે – “હરિ' શબ્દ વિષ્ણુ તરીકે વિષ્ણુને અને ઇન્દ્ર તરીકે ઇન્દ્રને જણાવે છે. આ વિષ્ણુ અને ઇન્દ્ર.. બન્ને શક્યાર્થ જ છે, “એક શક્યાર્થ છે ને બીજો લક્ષ્યાર્થ છે એવું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org