________________
१४२
श्रीनिक्षेपविंशिका-१५
सम्भवति, न तु कदाचिदपि द्रव्यत्वेन द्रव्यम् । न हि मृद्रव्यत्वेन मृद् जलाहरणादिकं करोति, पिंडादेरपि तत्करणापत्तेः, किन्तु घटपर्यायत्वेनैव । ननु घटस्याप्यापेक्षिकद्रव्यतया तद्रव्यत्वेन जलाहरणादिसामर्थ्य सम्भवत्येवेति चेत् ? न, तदवस्थाविशेषलक्षणेन पर्यायेणैव तस्य सम्भवात्, अन्यथाऽपवरककोणेऽधोमुखं यथा स्यात्तथा स्थितेन घटेन यद्वा विनश्यदवस्थेन घटेनापि तत्करणापत्तेः, घटत्वेन घटस्य तत्राविशेषेण सद्भावात् । न च घटं प्रति तु मृद्रव्यत्वेन मृत् कारणं भवत्येवेति वाच्यं, तत्रापि मृद्रव्यावस्थाविशेषलक्षणस्य मृत्पिंडादिपर्यायस्यैव कारणत्वात्, अन्यथा, घटस्य घटोत्तरकालीनकपालस्यापि वा घटकारणत्वापत्तेः, मृद्र्व्यत्वेन मृदोऽविशेषेण सत्त्वात्। દ્રવ્યરૂપે દ્રવ્ય. માટી, માટીદ્રવ્યરૂપે જળાહરણાદિ કરતી નથી જ. નહીંતર તો પિંડાદિથી પણ જળાહરણ થઈ શકવું જોઈએ, કારણ કે એ અવસ્થામાં પણ માટી દ્રવ્યરૂપે હાજર હોય જ છે. પણ માટી ઘટપર્યાયરૂપે જ જળાહરણાદિ કરે છે.
શંકાઃ ઘડો પણ આપેક્ષિકદ્રવ્ય છે. એટલે એ દ્રવ્ય તરીકે તો એમાં જળાહરણાદિસામર્થ્ય સંભવે જ છે ને !
સમાધાન : ના, એની પણ ચોક્કસ અવસ્થારૂપ પર્યાયથી જ એ સંભવે છે. નહીંતર તો ઓરડાના ખૂણામાં ઉંધા મૂકેલા ઘડાથી કે વિનાશ પામતા ઘડાથી પણ જળાહરણાદિ થવાની આપત્તિ આવે, કારણ કે ઘડા તરીકે તો ઘડો ત્યાં સમાન રીતે હાજર છે જ.
શંકા : માટી, માટીદ્રવ્ય તરીકે જળાહરણાદિ પ્રત્યે ભલે કારણ નથી, પણ ઘડાપ્રત્યે તો કારણ છે જ ને ?
સમાધાન : ના, નથી. કારણ કે મૃદ્રવ્યની ચોક્કસ અવસ્થારૂપ મૃત્પિડ વગેરે પર્યાય જ ઘડા પ્રત્યે કારણ છે. નહીંતર ઘડો કે ઘડાના ઉત્તરકાલીન કપાલ પણ ઘડાનું કારણ બની જાય, કારણ કે મૃદુ દ્રવ્યરૂપે તો માટી હાજર છે જ. આમ એ નિશ્ચિત થયું કે પર્યાયો જ સત્ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org