________________
द्रव्यमेवप्रधानम्
उत्फण-विफणावस्थयोरिति । अत एव वेषान्तरापन्ननटवद् बहुरूपमपि द्रव्यं नित्यमेव ।
आविर्भाव-तिरोभावमात्र एव कार्यत्वस्योपचारात्, उपचारस्य चावस्तुत्वात् कार्यं त्रिभुवने क्वचिदपि कदाचिदपि न विद्यत एव । किञ्च 'आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत्तथा' इति न्यायोऽपि वस्तुनः : कार्यत्वं निवर्तयत्येव । किञ्च द्रव्यं मुक्त्वा क्वापि कदाप्यन्यदाकारदर्शनं नैव भवति । तस्माद्, आकार - कार्यत्वादिकमवस्त्वेव, अकारणत्वात्, खपुष्पवत् । ततश्च यदस्ति तत्कारणरूपं द्रव्यमेव, नान्यत् किञ्चिदिति द्रव्यमेव वस्तुनः प्रधानरूपमिति द्रव्यनयाशयः ।
अथ भावनयाशयः प्रदर्श्यते - यदर्थक्रियाकारि तदेव सत्, अन्यथा खरविषाणादेरपि सत्त्वापत्तेः । अर्थक्रियाकारी च पर्याय एव વિફણઅવસ્થામાં સાપ. એટલે જ, વિવિધ વેષને ધારણ કરનાર નટની જેમ અનેક રૂપવાળું દ્રવ્ય નિત્ય જ છે.
લોકમાં કાર્ય તરીકે જે કહેવાય છે તે તો આવિર્ભાવ તિરોભાવમાં કરાયેલો ઉપચાર માત્ર જ છે. અને ઉપચાર એ અવસ્તુ છે. માટે ત્રિભુવનમાં ક્યાંય પણ ક્યારેય પણ કાર્ય હોતું જ નથી. વળી, જે આદિમાં નથી અને અન્તે નથી તે વર્તમાનમાં પણ હોતું નથી જ' એવો ન્યાય વસ્તુની કાર્યતાને નિષેધે જ છે. (આ ન્યાયના વિવરણ માટે ‘દ્રવ્યગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થનું મારું વિવેચન ભા-૧ જોવું.) વળી દ્રવ્યને છોડીને ક્યાંય પણ ક્યારેય પણ અન્ય આકારદર્શન થતું નથી જ. તેથી આકાર-કાર્યત્વ વગેરે અવસ્તુ જ છે, કારણ કે અકારણ છે, જેમ કે આકાશપુષ્પ. તેથી જે કાંઈ છે તે કારણરૂપ દ્રવ્ય જ છે, બીજું કાંઈ નહીં. માટે દ્રવ્ય એ જ વસ્તુનું મુખ્યસ્વરૂપ છે. આવો દ્રવ્યનયનો આશય છે.
હવે, ભાવનયનો આશય દર્શાવાય છે— જે અર્થક્રિયાકારી હોય તે જ સત્ હોય છે, નહીંતર ખરવિષાણાદિને પણ સન્ માનવા પડે. અને અર્થક્રિયાકારી તો પર્યાય જ હોવા સંભવે છે, નહીં કે ક્યારેય પણ
Jain Education International
१४१
For Private & Personal Use Only
www.jainelibrary.org