________________
स्थापनैवप्रधानम्
क्रियाश्चेत्येतत्सर्वं यतोऽभिधानाधीनमतोऽभिधानमेव वस्तु सत्, तदायत्तात्मलाभत्वात् सर्वव्यवहाराणाम् ।
एवं नामनयेन स्वाभिमते स्थापिते स्थापनानयो वक्ति- बुद्धिर्नीलाद्याकारवत्येव, अन्यथा नैयत्येन विषयबोधासम्भवात् । शब्दोऽपि पौद्गलिकत्वादाकारवानेव । घटादिकं वस्तु त्वाकारवत्त्वेन प्रसिद्धमेव । क्रियाऽप्युत्क्षेपणादिका क्रियावतोऽनन्यत्वादाकारवत्येव । फलमपि कुम्भकारादिक्रियासाध्यं घटादिकमाकारवदेव । तस्माद्यदस्ति तत्सर्वमाकारमयमेव । यत्त्वनाकारं तदवस्त्वेव, आकाराभावात्, खपुष्पवत्। नन्वेवं तु यदेकाकाशप्रदेशावगाढं परमाण्वादिपुद्गलं तदवस्त्वेव प्राप्तं, જીવવાચક શબ્દ અને જીવાદિસંલગ્ન ક્રિયાઓ.. આ બધું જ અભિધાનને આધીન છે. ‘જીવ' એવું અભિધાન જ ન હોય તો ‘ઉપયોગલક્ષણો જીવઃ’ વગેરે બોલવું- સમજવું શક્ય જ શી રીતે બને ? માટે, અભિધાન એ જ વસ્તુનું સત્ સ્વરૂપ છે, કારણ કે બધા સંવ્યવહારો અભિધાનને આધીન થઈને જ અસ્તિત્વ પામી શકે છે.
આ રીતે નામનયે પોતાનો મત રજુ કર્યો. હવે સ્થાપનાનય કહે છે— બુદ્ધિ ‘યં નીન’ વગેરે રૂપે નીલાદિ આકારવાળી જ હોય છે, નહીંતર ચોક્કસ વિષયનો બોધ જ ન કરાવી શકે. શબ્દ પણ પૌદ્ગલિક હોવાથી આકારવાળો જ છે. જ ઘટ-પટ વગેરે વસ્તુ તો આકારયુક્ત હોવા રૂપે પ્રસિદ્ધ જ છે. ઉત્સેપણ વગેરે ક્રિયા પણ ક્રિયાવાન્ કરતાં અભિન્ન હોવાથી આકારવાળી જ છે. કુંભાર વગેરેની ક્રિયાથી સાધ્ય ઘટાદિરૂપ ફળ પણ આકારવાન્ જ હોય છે. એટલે જે કાંઈ છે તે બધું આકારમય જ છે. જે અનાકાર છે તે અવસ્તુ જ છે, કારણ કે આકારશૂન્ય છે, જેમ કે આકાશકુસુમ.
શંકા : આમ તો, જે પરમાણુ વગેરે પુદ્ગલ એકઆકાશપ્રદેશને જ અવગાહીને રહેલ હોય એ અવસ્તુ જ બની જશે, કારણ કે સંસ્થાનપરિણામ શૂન્ય હોય છે. તે પણ એટલા માટે કે સંસ્થાનપરિણામ
Jain Education International
१३९
For Private & Personal Use Only
www.jainelibrary.org