________________
श्रीनिक्षेपविंशिका - १५
भिधेयास्तु भवत्येवे”ति निश्चीयत एव, अन्यथा तेषां षष्ठभूतत्वापत्तेः ।) किञ्च नाम्नो वस्तुधर्मत्वाभावे 'घट' शब्दश्रवणानन्तरं 'किमयमाह ?' इत्येवं संशयः स्यात्, यद्वा पटप्रतिपत्तिलक्षणो विपर्ययः स्याद्, यदुत 'न जाने किमप्यनेनोक्त' मिति वस्त्वप्रतिपत्तिरूपोऽनध्यवसायः स्याद्, यदि वा कदाचिद् घटस्य, कदाचित् पटस्येत्येवं यदृच्छयाऽर्थप्रतिपत्तिः स्याद् । न चैवं भवतीति वस्तुधर्म एव नाम । : अपरञ्च जीवादि लक्ष्यं, उपयोगादि तल्लक्षणं, अध्येषण - प्रेषणादिरूपस्तत्संव्यवहारः, तद्विषयिणी बुद्धिः, तद्वाचकः शब्दः, तत्संलग्नाः
१३८
સમાધાન : (૧) નામ એ વસ્તુનું સ્વરૂપ છે, કારણ કે વસ્તુનો બોધ કરાવે છે, જેમ કે વસ્તુના પ્રસિદ્ધ રૂપાદિ ધર્મો, તથા (૨) જે અભિધાન રહિત હોય તે વસ્તુ જ ન હોય, જેમ કે ષષ્ઠભૂત. માટે ઘટપટાદિ સર્વવસ્તુ અભિધાનયુક્ત જ હોય છે. તેથી ઘડો રૂપયુક્ત હોવાથી રૂપ જેમ ઘડાનું સ્વરૂપ છે એમ અભિધાનયુક્ત હોવાથી અભિધાન પણ એનું સ્વરૂપ છે જ. આવા અનુમાનોથી અભિધાન એ વસ્તુના સ્વરૂપ તરીકે સિદ્ધ થતું હોવાથી તમારી શંકા બરાબર નથી. (આ બન્ને અનુમાનપ્રયોગો વિશેષાવશ્યકભાષ્ય ગ્રન્થમાં આપેલા છે. એટલે અનભિલાપ્યભાવો પણ ‘અનભિલાપ્ય’ વગેરે રૂપ અભિધાનથી અભિધેય હોવા સાબિત થઈ જ જાય છે, નહીંતર એ ષષ્ઠભૂત તુલ્ય બની જાય.) વળી, નામ જો વસ્તુનો ધર્મ ન હોય તો ‘ઘટ’ શબ્દ સાંભળ્યા પછી ‘આણે શું કહ્યું ?’ એમ સંશય પડે, અથવા પટની પ્રતીતિ થવા રૂપ વિપર્યય થાય, યા તો ‘હું’ જાણતો નથી કે આણે શું કહ્યું ?’ એમ વસ્તુના બોધના અભાવરૂપ અનધ્યવસાય થાય કે ક્યારેક ઘટનો તો ક્યારેક પટનો.. એમ આડેધડ બોધ થાય, પરંતુ આવું થતું નથી. માટે નામ એ વસ્તુનો ધર્મ છે જ.
ન
-
તથા, જીવ વગેરે રૂપ લક્ષ્ય, ઉપયોગ વગેરે રૂપ એનું લક્ષણ, અધ્યેષણ-પ્રેષણ વગેરે રૂપ એનો સંવ્યવહાર, જીવાદિવિષયક બુદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org