________________
१३२
श्रीनिक्षेपविंशिका-१२
कल्पनीयमित्यर्थः। ननु गुरुतत्त्वविनिश्चये आचार्यनिक्षेपानुद्दिश्यापि नामादीनां पापहत्त्वं कथितं, तद्यथा- जह गोयमाझ्याणं णामाई तिण्णि हुन्ति पावहरा। अंगारमद्दगस्स य णामाई तिणि पावयरा।।१५॥ इति। ततश्चाचार्यनिक्षेपाणामपि तुल्यत्वं ज्ञायत एवेति चेत् ? तर्हि सकलाहत्स्तोत्रादावर्हतामत्र चाचार्यााँ नामादिनिक्षेपाणां सर्वेषां यत्तुल्यत्वमभिहितं तत्तेषामुपास्यताद्यपेक्षयोपासानाफलसंपादनताद्यपेक्षया चैव समर्थनीयम्, न तु सर्वथा, प्रातिहार्यपूजातीर्थस्थापनादेर्भावनिक्षेप एव दृश्यमानत्वात्। ननु विशेषावश्यकभाष्यस्य किं पुण..... इत्याद्युक्तायां गाथायामुपास्यताद्यपेक्षयैव भावनिक्षेपस्य विशेषेण पूज्यत्वमभिहितमिति कथं मिथो विरोधस्य न तादवस्थ्यमिति चेत् ? तर्हि परिचितार्हत्तत्त्वानां भव्यानामपेक्षया तुल्यत्वं, तेषामेव नामार्हदादिकं सर्वं प्रति तुल्यभक्त्यतिशयसम्भवात् । तद्भिन्नानां त्वपेक्षयाऽतुल्यत्वं, तुल्यभक्त्यપણ નામ આચાર્ય વગેરે પણ પાપને હરનારા છે એમ કહ્યું છે તે આ રીતે- જેમ શ્રી ગૌતમ વગેરે આચાર્યના નામાદિ ત્રણ નિક્ષેપાઓ પાપ હરનારા છે અને અંગારમદકના નામાદિ ત્રણે પાપ કરનારા છે. તેથી આચાર્યના પણ ચારે નિક્ષેપ સમાન હોવા જણાય જ છે.
સમાધાન : તો પછી સકલાર્વત વગેરેમાં અરિહંતના અને અહીં (ગુરુતત્ત્વમાં) આચાર્યના નામાદિ બધા નિક્ષેપાઓની તુલ્યતા જે કહી છે તે તેઓની ઉપાસ્યતા-ઉપાસનાની ફળ સંપાદકતા વગેરે અંશમાં જ જાણવી, સર્વથા નહીં, કારણકે પ્રાતિહાર્યદ્વારા પૂજા-તીર્થસ્થાપના વગેરે તો ભાવનિક્ષેપમાં જ જોવા મળે છે.
શંકા : વિશેષાવશ્યકભાષ્યની કિં પુણ... વગેરે ગાથામાં ઉપાસ્યતાદિની અપેક્ષાએ જ ભાવનિક્ષેપની વિશેષરૂપે પૂજ્યતા કહી છે. એટલે પરસ્પર વિરોધ દોષ તો ઊભો જ રહ્યો ને ?
સમાધાન : તો પછી આમ માનવું જોઈએ કે જેઓને શ્રી અરિહંત (આચાર્ય) વગેરે ઉપાસ્ય તત્ત્વોની પિછાણ છે એવા ભાવુકજીવોની અપેક્ષાએ ચારે નિક્ષેપાઓની તુલ્યતા છે, કારણકે તેઓને જ નામઅરિહંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org