________________
नामादीनां भावतुल्यत्वम्
१३१
निक्षेपत्रयप्रतिपत्तिरिति तदनादर इति। मैवं, स्वगतफले स्वव्यतिरिक्तभावनिक्षेपस्याप्यव्यभिचारित्वाभावात्। न हि भावार्हन्तं दृष्ट्वाऽभव्या भव्या वा प्रतिबुध्यन्त इति, स्वगतभावोल्लासनिमित्तभावस्तु निक्षेपचतुष्टयेऽपि तुल्य इति। इत्युक्तम्। तथा च कथं न मिथो विरोध इति चेत् ? सत्यं, तथापि भाष्ये भावनिक्षेपस्य यदभ्यर्हितत्वमुक्तं तत्सामान्यतो मङ्गलावश्यकेन्द्राद्यपेक्षयोक्तमिति कल्पने विरोधाभावः। अर्हद्भिन्नवस्तुनिक्षेपेषु भावनिक्षेपस्याभ्यर्हितत्वं न त्वर्हन्निक्षेपेष्विति નથી. માટે અમે એનો અનાદર કરીએ છીએ.
સમાધાન- ઉપાસકને પોતાને મળનાર ફળ પ્રત્યે જો કોઈ અવ્યભિચારી તત્ત્વ હોય તો એ પોતાના ભાવ-પરિણામ જ છે. એનાથી ભિન્ન એવા ભાવઅરિહંત વગેરે પણ અવ્યભિચારી હોતા નથી. ભાવઅરિહંતને જોઈને અભવ્યને તો નહીં જ, ભવ્યોને પણ બધાને જ પ્રતિબોધ થઈ જાય એવો કાંઈ નિયમ છે નહીં.
શંકા- છતાં, પોતાને ભાવોલ્લાસ પ્રગટવામાં કેટલાક ભાવુકોને તો ભાવનિક્ષેપ નિમિત્તકારણરૂપ બને જ છે ને !
સમાધાન- એ રીતે તો નામાદિ ત્રણ નિક્ષેપ પણ નિમિત્તકારણભૂત બને જ છે માટે ચારે નિક્ષેપ તુલ્ય છે.
એટલે વિશેષાવશ્યકભાષ્ય અને સલાહ-પ્રતિમાશતક ગ્રન્થનો પરસ્પર વિરોધ કેમ નહીં ?
સમાધાન : તમારી વાત સાચી છે. છતાં, ભાષ્યમાં ભાવનિક્ષેપને અભ્યહિત = વિશેષથી પૂજ્ય જે કહેલ છે તે સામાન્યથી મગંળ-આવશ્યક વગેરેના નિક્ષેપાઓની અપેક્ષાએ કહેલ છે એમ કલ્પના કરવામાં વિરોધ રહેશે નહીં. એટલે કે શ્રી અરિહંત સિવાયની વસ્તુઓમાં ભાવનિક્ષેપ અભ્યહિત હોય છે, શ્રી અરિહંતના નિક્ષેપાઓમાં નહીં, એ રીતે વિભાગ કલ્પવો.
શંકા : ગુરુતત્ત્વવિનિશ્ચયગ્રન્થમાં આચાર્યના નિક્ષેપાઓને ઉદેશીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org