________________
भावस्य विशेषत:
: पूज्यत्वम्
भावमङ्गलवत् पूज्यत्वं प्राप्तमिति चेत् ? सत्यं, तथापि तन्नामादित्रयं अनैकान्तिकं, समीहितफलसाधने निश्चयाभावात् । तथा तत्त्रिकं नात्यन्तिकं, आत्यन्तिकप्रकर्षप्राप्ततथाविधविशिष्टफलसाधकत्वाभावात् । भावमङ्गलं तु यत एकान्तिकमात्यन्तिकं चात विशेषतः पूज्यं भवतीति ध्येयम् । तदुक्तं विशेषावश्यकभाष्ये
किं पुण तमणेगंतियमच्चन्तं च न जओऽभिहाणाई।
तव्विवरीअं भावे तेण विसेसेण तं पुज्ज || ५९ ॥ ननु कलिकालसर्वज्ञविरचिते सकलार्हत्स्तोत्रेऽर्हतो नामादीनां चतुर्णामपि निक्षेपाणां समानत्वमेव कथितम् । तद्यथा नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे // यदि स्तोत्रकाराणां श्रीमतां हेमचन्द्राचार्याणां भावनिक्षेपस्य नामाद्यपेक्षया विशेषतः पूज्यत्वम
Jain Education International
१२९
તો તીર્થંકરાદિ રૂપ ભાવમંગળની જેમ એ બધા પણ પૂજ્ય બની જશે. સમાધાન : બરાબર છે. છતાં, નામાદિ ત્રણ નિક્ષેપ અનૈકાન્તિક છે, કારણ કે ઇચ્છિત ફળને સાધી આપવામાં નિશ્ચિત નથી. વળી એ ત્રણ આત્યન્તિક પણ નથી, કારણ કે ભાવનિક્ષેપની પૂજાથી જેવું અત્યંત પ્રકર્ષપ્રાપ્ત ફળ મળે છે, તેવા વિશિષ્ટ ફળના સાધક નથી. જ્યારે ભાગમંગળ તો એકાન્તિક ને આત્યન્તિક છે, માટે વિશેષરૂપે પૂજ્ય બને છે, એ ધ્યાનમાં રાખવું. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે- વિશેષતા એ છે કે નામાદિ ત્રણ નિક્ષેપા અનૈકાન્તિક અને આત્યન્તિક હોતા નથી. જ્યારે ભાવનિક્ષેપ એનાથી વિપરીત હોય છે. માટે એ વિશેષથી પૂજ્ય હોય છે.
શંકા : કલિકાળસર્વજ્ઞરચિત સકલાર્હસ્તોત્રમાં શ્રીઅરિહંતના ચારે નિક્ષેપાઓને સમાન કહ્યા છે. તે આ રીતે- નામ, આકૃતિ (=સ્થાપના), દ્રવ્ય અને ભાવનિક્ષેપા વડે સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં ત્રણ જગતના જીવોને પવિત્ર કરતાં શ્રીઅરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ. ’ જો સ્તોત્રકાર શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનો ‘ભાવનિક્ષેપો નામનિક્ષેપાદિની અપેક્ષાએ વિશેષથી પૂજ્ય છે' આવો અભિપ્રાય હોત તો તેઓએ એનો
For Private & Personal Use Only
www.jainelibrary.org