________________
१२८
श्रीनिक्षेपविंशिका-१२
यिकभाववत्। नाममङ्गलादीनि, भावमङ्गलपदाभिधेयानि, भावमङ्गलकारणतया कारणे कार्योपचारविषयत्वात्, घृतमायुरित्यादिव्यपदेशवद्इत्याद्यनुमानप्रयोगैश्च नामादीनां वस्तुत्वसिद्धिर्जेया । यद्वा नामादीनि वस्तूनि, भावकारणत्वाद्, यन्नैवं तन्नैवं यथा खपुष्पमित्यप्यनुमानं नामादीनां वस्तुत्वसिद्धौ ज्ञेयम्। ननु नामादीनां भावकारणत्वमेवासिद्धमिति चेत् ? न, केनचिदुच्चरितं जिनेन्द्रादिनाम श्रुत्वा कस्यचित् प्रायेण सम्यग्दर्शनादिको भावमङ्गलपरिणामो भवति। एवं जिनप्रतिमादीनि मुक्तिं गतस्य मुनेदेहादिकं च प्रेक्ष्य कस्यचिद्भावमङ्गलपरिणामो भवत्येवेति नामादीनां भावकारणत्वस्यासिद्धेरभावात्।
ननु नामादीन्यपि यदि भावमङ्गलानि तर्हि तेषामपि तीर्थकरादिક્ષાયિકભાવ. હવે ભાવમંગળપદાભિધેયત્વરૂપ હેતુની સિદ્ધિ માટે, (૩) નામમંગળ વગેરે ભાવમંગલપદાભિધેય છે. કારણ કે ભાવમંગળના કારણભૂત હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ પ્રમાણે કહી શકાય છે, જેમ કે ઘીને જીવન કહેવાય છે. આમ આવા અનુમાનપ્રયોગોથી પણ નામાદિ વસ્તુરૂપે સિદ્ધ થાય છે.
અથવા, નામ વગેરે વસ્તુરૂપ છે, કારણ કે ભાવના કારણભૂત છે. જે વસ્તુરૂપ ન હોય, તે ભાવના કારણભૂત પણ બની ન જ શકે, જેમ કે આકાશકુસુમ. આવા અનુમાનપ્રયોગથી પણ નામાદિની વસ્તુરૂપતા જાણી શકાય છે.
શંકા : “નામવગેરે ભાવના કારણભૂત છે એ વાત જ અસિદ્ધ છે.
સમાધાનઃ ના, કોઈક વડે બોલાયેલું પ્રભુ વગેરેનું નામ સાંભળીને કોઈકને પ્રાયઃ કરીને સમ્યગ્દર્શનાદિરૂપ ભાવમંગળભૂત પરિણામ જાગે છે. એ જ રીતે જિનપ્રતિમા, મુક્તિ પામેલા મુનિનો દેહ વગેરે જોઈને કોઈકને ભાવમંગળપરિણામ જાગે જ છે. માટે નામાદિનિક્ષેપમાં ભાવની કારણતા અસિદ્ધ નથી.
શંકા : આમ નામમંગળ વગેરે બધા પણ જો ભાવમંગળ જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org