________________
१२६
श्रीनिक्षेपविंशिका-१२
त्यनियमः, स्थापना-द्रव्ये तु तत्सम्बन्धिन्येव भवत इति नियम इत्येवमादिभिर्धर्मेरपि नाम स्थापना-द्रव्याभ्यां भिद्यत इति ज्ञेयम् ।
ननु भाव एव वस्तु, इन्दनादिलक्षणतदर्थयुक्तत्वात्, घटवत्, न तु नामादीनि, तदर्थशून्यत्वात्, खपुष्पवदिति चेत् ? न, असिद्धेः, नामादीनामपि तदर्थयुक्तत्वात्, न हीन्दनादिरेवेन्द्रादिपदानां प्रतिपाद्योऽर्थः, किन्तर्हि ? गोपालदारकादिलक्षणो नामेन्द्रोऽपि तत्प्रतिपाद्योऽर्थः, एवमेवेन्द्रप्रतिमाऽऽगामिनि भव इन्द्रतयोत्पत्स्यमानः साधुश्च तत्प्रतिपाद्य एव । कथमन्यथा ‘इन्द्र'इतिशब्देऽविशेषेणोच्चारिते नामादीनां चतुर्णामपि परामर्शः ? ननु सकृदुच्चरितस्येन्द्रशब्दस्य श्रवणानन्तरं निश्चयस्त्वेकस्यैકે ઇન્દ્ર નામના ગોપાળપુત્રને ભાવઈન્દ્ર સાથે કાંઈ લાગતું વળગતું નથી), જ્યારે સ્થાપના અને દ્રવ્યનિક્ષેપ ભાવઈન્દ્રના સંબંધી જ હોય છે. (ભાવઈન્દ્રના અભિપ્રાયથી સ્થપાયેલ હોય તે જ સ્થાપનાઇન્દ્ર છે, એમ ભાવઈન્દ્રનું કારણ હોય તે જ દ્રવ્યઈન્દ્ર છે.) આવા બધા ધર્મોથી પણ નામની સ્થાપના-દ્રવ્યનિક્ષેપથી ભેદ જાણવો.
શંકા : ભાવનિક્ષેપ એ જ વસ્તુ છે, કારણ કે ઈન્દન વગેરે સ્વરૂપ તદર્થથી યુક્ત હોય છે, જેમકે ઘટનથી યુક્ત ઘડો, પણ નામનિક્ષેપ વગેરે વસ્તુ નથી, કારણ કે તદર્થથી શૂન્ય છે, જેમ કે ખપુષ્ય.
સમાધાન : તદર્થશૂન્યત્વ (= તદર્થથી શૂન્ય હોવાં રૂપ) જે હેતુ તમે આપ્યો છે તે અસિદ્ધ હોવાથી તમારો અનુમાનપ્રયોગ ગલત છે.
શંકા : પણ નામઈન્દ્રાદિરૂપ ગોપાળપુત્ર વગેરેમાં ઈન્દ્રશબ્દનો અર્થ ઇન્દનાદિ હોતો નથી જ, પછી તદર્થશૂન્યત્વ હેતુને અસિદ્ધ શી રીતે કહી શકાય ?
સમાધાન : ઇન્દનાદિ જ “ઈન્દ્ર' શબ્દનો અર્થ છે એવું નથી. તો? ગોપાળપુત્ર વગેરેરૂપ નામે પણ તત્પતિપાદ્યાર્થરૂપ છે જ. એ જ રીતે ઈન્દ્રની પ્રતિમા અને આગામી ભવમાં ઇન્દ્ર બનનાર સાધુ પણ ત—તિપાદ્યઅર્થરૂપ છે જ. નહીંતર સામાન્ય રીતે ઇન્દ્ર શબ્દ બોલવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org