________________
१२२
श्रीनिक्षेपविंशिका-१२
कारणत्वादिति । मैवं, तस्याचार्यपदप्रतिपाद्यत्वाभावादेवाचार्यनिक्षेपत्वाभावात् । नन्वकारणत्वे समानेऽपि कोऽयं विशेषो येनाङ्गारमर्दक एवाचार्यपदप्रतिपाद्यः, न घट इति चेत् ? भावाचार्यगतवेशआचारपदप्रतिष्ठादयोऽत्र विशेषा इति गृहाण । यतस्तेऽङ्गारमर्दके वर्तन्तेऽतः स आचार्यपदप्रतिपाद्यो द्रव्याचार्यश्च, यतस्ते घटे न वर्तन्तेऽतो न स तथेति । तदेवं प्ररूपितो द्विविधोऽपि द्रव्यनिक्षेपः ॥११॥ ननु नामस्थापना-द्रव्यनिक्षेपेषु कः प्रतिविशेषः? न कोऽपीत्याशङ्कायामाह
नामादीनि च तुल्यानि खलु नामादिषु त्रिषु । नाऽविशेषस्तथाप्येषु धर्मान्तरविभेदतः ॥१२॥ नामादिषु त्रिषु निक्षेपेषु नामादीनि खलु तुल्यानि भवन्ति,
શંકા : તો પછી ઘડાને પણ દ્રવ્યાચાર્ય કહો, કારણ કે એ પણ ભાવાચાર્યનું અકારણ છે.
સમાધાન : એ તો આચાર્યપદપ્રતિપાદ્ય જ ન હોવાથી આચાર્યના નિક્ષેપરૂપ છે જ નહીં. જે નિક્ષેપરૂપ હોય એનો જ પછી એ કયા નિક્ષેપરૂપ છે ? એનો વિચાર કરવાનો હોય છે.
શંકા : અકારણતા તુલ્ય હોવા છતાં એવી કઈ વિશેષતા છે કે અંગારમઈક જ આચાર્યપદપ્રતિપાદ્ય છે, ઘડો નહીં ?
સમાધાન : ભાવાચાર્યના વેશ-આચાર વગેરે તથા આચાર્યપદે પ્રતિષ્ઠા... આ બધી વિશેષતા અંગારમર્દકમાં જ છે, ઘડામાં નહીં, માટે ઘડો દ્રવ્યાચાર્ય કહેવાતો નથી. આમ બન્ને પ્રકારના દ્રવ્યનિક્ષેપની પ્રરૂપણા કરી. ૧૧ નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપમાં શું તફાવત છે? કોઈ જ નહીં. આવી આશંકાને નજરમાં રાખીને કહે છે –
ગાથાર્થ : નામાદિ ત્રણ નિક્ષેપાઓમાં નામ વગેરે તુલ્ય હોય છે. છતાં એ ત્રણમાં અવિશેષ = કોઈ તફાવત છે જ નહીં એમ ન માનવું. કારણ કે અન્ય ધર્મ અલગ-અલગ પણ હોય છે.
ટીકાર્થ : ગાથાર્થ જેવો જ સંક્ષેપાર્થ જાણવો. વિસ્તરાર્થ આવો છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org