________________
११४
श्रीनिक्षेपविंशिका-११
अहवा सम्मइंसण-नाण-चरित्तोवओगपरिणामो ।
नोआगमओ भावो नोसद्दो मिस्सभावम्मि ॥५०॥ व्याख्याकृद्भिः श्रीमद्भिर्हेमचन्द्रसूरिभिः कृता तद्व्याख्या- अथवा प्रतिक्रमणप्रत्युपेक्षणादिक्रियां कुर्वाणस्य यो ज्ञान-दर्शन-चारित्रोपयोगपरिणामः, स नोआगमतो भावो = भावमङ्गलं भवति । नोशब्दश्चात्र मिश्रवचनः, यस्मानासौ ज्ञान-दर्शन-चारित्रोपयोगपरिणामः केवल एवागमः, चारित्रादेरपि सद्भावात् । नाऽप्यनागम एव, ज्ञानस्यापि विद्यमानत्वात्, इति मिश्रता । इति गाथार्थः ॥ व्याख्यार्थः सुगमः । ___ इत्थञ्च– नोशब्दस्य सर्वनिषेधवचनत्वे ज्ञ-भव्यशरीरद्रव्यनिक्षेपस्य, देशनिषेधवचनत्वे तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपस्य, देशवचनत्वे ज्ञ-भव्यशरीरद्रव्यनिक्षेपस्य, मिश्रवचनत्वे च नोआगमतो भावनिक्षेपस्य प्राप्तिયા |
અથવા સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપયોગ પરિણામ એ નોઆગમથી ભાવ નિક્ષેપ છે. અહીં નોશબ્દ મિશ્રભાવને જણાવે છે. વ્યાખ્યાકાર શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી આની વ્યાખ્યાનો ભાવાર્થ - અથવા પ્રતિક્રમણ-પડિલેહણાદિ ક્રિયાને કરી રહેલ જીવનો જે જ્ઞાનદર્શન-ચારિત્રોપયોગપરિણામ એ નોઆગમથી ભાવમંગળ છે. અહીં નોશબ્દ મિશ્રવાચી છે, કારણ કે આ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ઉપયોગરૂપ પરિણામ એ માત્ર આગમરૂપ નથી, કારણ કે ચારિત્રાદિ પણ હાજર છે. વળી અનાગમરૂપ પણ નથી, કારણ કે જ્ઞાન પણ હાજર છે, માટે મિશ્રતા છે. ભાવાર્થ સરળ છે.
આમ નો શબ્દ સર્વનિષેધવાચી હોય તો જ્ઞ-ભવ્ય શરીરદ્રવ્યનિક્ષેપ, દેશનિષેધવાચી હોય તો તદ્ગતિરિક્તદ્રવ્ય નિક્ષેપ, દેશવાચી હોય તો જ્ઞભવ્ય શરીરદ્રવ્યનિક્ષેપ અને મિશ્રવાચી હોય તો નોઆગમથી ભાવનિક્ષેપ મળે છે તે જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org