________________
नोशब्दस्य मिश्रवचनत्वम्
११३
मङ्गलम्। मङ्गलपदार्थज्ञस्य शय्यासंस्तारकसिद्धशिलातलादिगतं जीवविप्रमुक्तं शरीरं नोआगमतो ज्ञशरीरद्रव्यमङ्गलम् । योनिजन्मत्वनिष्क्रान्तो यो जीवोऽनेनैव शरीरसमुच्छ्रयेणात्तेन जिनोपदिष्टेन भावेन मङ्गलमित्येतत्पदमागामिनि काले शिक्षिष्यते न तावच्छिक्षते तज्जीवाधिष्ठितं शरीरं नोआगमतो भव्यशरीरद्रव्यमङ्गलम् । अनयोश्च ज्ञ-भव्यशरीरयोर्यो मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्याभावः, स यदा विवक्षितस्तदा नोशब्दो सर्वनिषेधवचनो ज्ञेयः । तयोश्चोपचारपरम्परयोपचरितं यत्परिणामिकारणत्वं तद्यदा विवक्षितं तदा नोशब्दो देशवाचको ज्ञेयः । ___ तदेवं नोशब्दस्य सर्वनिषेधवचनत्वं, देशनिषेधवचनत्वं, देशवचनत्वं च समर्थितं, अधुना मिश्रवचनत्वं समर्थ्यते । तदर्थं विशेषावश्यकभाष्यगतोऽधिकारः प्रदर्श्यते । तथाहिકારણભૂત એવો મંગળપદાર્થજ્ઞ અનુપયુક્ત વક્તા એ આગમથી દ્રવ્યમંગળ છે. મંગળપદાર્થજ્ઞ સાધુ વગેરેનું શય્યા-સંથારો-સિદ્ધશિલાતલ વગેરેમાં રહેલું- જીવે છોડી દીધેલું શરીર (મૃતદેહ) એ નોઆગમથી જ્ઞશરીર દ્રવ્યમંગળ છે. માતાની યોનિમાંથી જન્મ પામી ચૂકેલો જે જીવ ગૃહીત કરેલા આ જ શરીરથી જિનોપદિષ્ટ ભાવપૂર્વક ‘મંગળ’ એવા પદને આગામીકાળમાં ભણવાનો છે, પણ હજુ ભણ્યો નથી, તે જીવથી અધિષ્ઠિત શરીર એ નોઆગમથી ભવ્ય શરીરદ્રવ્યમંગળ છે. આ બન્ને જ્ઞશરીરભવ્ય શરીરમાં મંગળપદાર્થના જ્ઞાનરૂપ આગમનો જે સર્વથા (= ઉપયોગ અને લબ્ધિ બન્નરૂપે) અભાવ છે તે જ્યારે વિવક્ષિત હોય ત્યારે નોશબ્દ સર્વનિષેધવાચી જાણવો, અને એ બન્નેમાં ઉપચારની પરંપરાથી ઉપચરિત જે પરિણામિકારણતા, તે જ્યારે વિવક્ષિત હોય ત્યારે નોશબ્દ દેશવાચી જાણવો.
આમ, નોશબ્દનું સર્વનિષેધવાચી, દેશનિષેધવાચી અને દેશવાચી હોવા રૂપે સમર્થન થયું. હવે મિશ્રવાચીપણું વિચારીએ- એ માટે વિશેષાવશ્યકભાષ્યનો અધિકાર દેખાડાય છે. તે આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org