________________
विवक्षाभेदे नोशब्दार्थभेदः
१०९
देशताऽविरुद्धा । अतो नोआगमं = आगमैकदेशमाश्रित्य तादृगचेतनः सचेतनो वा देहो द्रव्यमङ्गलमुच्यते ।
यद्यप्ययमेव देहः पूर्वं 'नो'शब्दस्य सर्वनिषेधपरत्वमङ्गीकृत्य नोआगमतो द्रव्यमङ्गलतयाऽर्थतः कथितस्तथापि न कश्चिद्विरोधः, विवक्षाभेदात् । ज्ञशरीरे भव्यशरीरे वाऽऽगमस्य लब्ध्युपयोगोभयरूपेण योऽभावस्तं पुरस्कृत्य नोशब्दस्य सर्वनिषेधपरत्वं विवक्षितं, तथा तत्र ज्ञशरीरादावेवोक्तरीत्याऽऽगमस्य यत्परिणामिकारणत्वं, तत्पुरस्कृत्य देशपरत्वं विवक्षितमिति न दोषः ।
ननु मङ्गलपदार्थज्ञोऽनुपयुक्तवक्ता मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्य परिणामिकारणतयाऽऽगमतो द्रव्यमङ्गलतया पूर्वमुक्तः । ततश्चात्र ज्ञએટલે નોઆગમને = આગમના એકદેશને આશ્રીને તેવો અચેતન કે સચેતન દેહ દ્રવ્યમંગળ કહેવાય છે.
જો કે આ જ દેહને પૂર્વે નોશબ્દને સર્વનિષેધવાચી માની નોઆગમથી દ્રવ્યમંગળરૂપે અર્થથી કહેલ છે, તો પણ કોઈ વિરોધ નથી, કારણ કે વિવફાભેદ છે. જ્ઞશરીરમાં કે ભવ્ય શરીરમાં આગમનો લબ્ધિ અને ઉપયોગ બન્ને રૂપે જે અભાવ છે એને આગળ કરીને નોશબ્દને સર્વનિષેધવાચી રૂપે વિવસ્યો હતો. તથા ત્યાં જ = જ્ઞશરીરાદિમાં જ કહ્યા પ્રમાણે આગમની જે પરિણામિકારણતા છે તેને આગળ કરીને નોશબ્દને દેશવાસી માનેલો છે. માટે કોઈ દોષ નથી.
શંકા : મંગળપદાર્થજ્ઞ અનુપયુક્તવક્તા મંગળપદાર્થજ્ઞાનરૂપ આગમનું પરિણામકારણ હોવાથી પૂર્વે આગમથી દ્રવ્યમંગળરૂપે કહ્યો છે. એટલે અહીં જ્ઞશરીરને ને ભવ્યશરીરને એ આગમના પરિણામકારણ હોવા છતાં નોઆગમથી દ્રવ્યમંગળરૂપે કહેવા એમાં વિરોધ કેમ નહીં?
સમાધાન : બહુ મોટો તફાવત હોવાથી એમાં વિરોધ નથી. અનુપયુક્ત વક્તામાં ઉપયોગરૂપે જ આગમનો અભાવ છે, લબ્ધિરૂપે તો એ ત્યાં વિદ્યમાન છે જ. જ્ઞાનાવરણકર્મની ક્ષયોપશમરૂપ એ લબ્ધિ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org