________________
१०४
श्रीनिक्षेपविंशिका-११
एव परमार्थतो योग्यतारूपत्वात् । अत एव बहुषु स्थलेषु वक्तृत्वस्याविवक्षाऽपि दृश्यत एव। यथा- इयाणिं दव्वबंभं, तं दुविहंआगमतो नोआगमतो य। आगमतो जाणए अणुवउत्ते त्ति निशीथचूर्णी। ननु तर्हि विवक्षितस्य जीवस्य यदा यस्मिन्नुपयोगस्तदा स तस्यागमतो भावनिक्षेपः, तदन्येषां तु तज्ज्ञानविषयभूतानां पदार्थसहस्राणां सर्वेषां स आगमतो द्रव्यनिक्षेपो भवेत्, तेषां सर्वेषां लब्धेः सत्त्वादिति चेत् ? भवेदेव, कस्तत्र दोषः ? अत एव 'अनुपयोगो द्रव्यम् इत्येवोक्तं, न तु 'अनुपयुक्तवक्तृत्वं द्रव्यम् इति। तथापि ग्रन्थादौ 'देवदत्त आगमतो द्रव्यमङ्गलम्' इत्यादिरूपेण कथनं तु यस्य प्रस्तावस्तस्यैव भवति। प्रस्ताव एव तत्र विनिगमक इत्यर्थः। शिक्षितादिगुणोपेतवक्तृत्वं त्वनुयोगद्वारादौ यदुक्तं तदुपयोगस्य प्राधान्यख्यापनार्थमेव, एवंविधोऽपि वक्ता यद्यनुपयुक्तस्तदा द्रव्यनिक्षेप एव, યોગ્યતારૂપ છે. તેથી જ અનેકસ્થળોએ વસ્તૃત્વની અવિવક્ષા પણ જોવા મળે જ છે. જેમકે ‘હવે દ્રવ્યબ્રહ્મ, તે બે પ્રકારે છે- આગમથી અને નોઆગમથી. અનુપયુક્ત જાણકાર એ આગમથી દ્રવ્યબ્રહ્મ છે આ પ્રમાણે નિશીથચૂર્ણિમાં કહેલ છે.
શંકા: તો પછી જ્યારે જેમાં ઉપયોગ હોય ત્યારે એ જીવ એનો ભાવનિક્ષેપ બનશે, ને એ સિવાયના એણે જાણેલા હજારો પદાર્થોનો એ આગમથી દ્રવ્ય નિક્ષેપ બની જશે, કારણકે એ બધાની લબ્ધિ તો છે જ.
સમાધાન : બનશે જ. શું વાંધો છે ? એટલે જ “અનુપયોગ એ દ્રવ્ય છે' એમ કહેવાયું છે, “અનુપયોગવાળું વસ્તૃત્વ એ દ્રવ્ય છે' એમ નહીં. છતાં ગ્રન્થ વગેરેમાં “દેવદત્ત આગમથી દ્રવ્યમંગલ છે' વગેરરૂપે કથન તો મંગળાદિ જે પ્રસ્તુત હોય એનું જ થાય છે. અર્થાત્ કથનમાં પ્રસ્તાવ જ વિનિગમક છે. અનુયોગદ્વાર વગેરેમાં શિક્ષિતાદિગુણથી સહિત વસ્તૃત્વ જે કહ્યું છે તે ઉપયોગની મુખ્યતા જણાવવા માટે કહ્યું છે. આ રીતે ગુણસહિત બોલનાર પણ જો અનુપયુક્ત હોય તો દ્રવ્યનિક્ષેપ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org