________________
९४
श्रीनिक्षेपविंशिका-११
पदपरिभ्रंशमनुभूय सामान्यजनतया तु नैव जीवेत् । यस्तु राज्यं त्यक्त्वा प्रव्रजति न तत्र राजपदपरिभ्रंशव्यवहारो न वा प्रजाजनत्वव्यवहार इति । अत एव न्यायाचार्यैः श्रीमद्भिर्यशोविजयवाचकैर्गुर्जरभाषानिबद्ध 'द्रव्य-गुण-पर्यायनो रास' ग्रन्थे षष्ठ्या ढालिकायास्तृतीयस्या गाथाया स्तबके 'तिवारई सिद्धपर्याय उपनो, ते वती पणि तेहनो अंत नथी, जे मार्टि सिद्धभाव सदाकाल छइ. ए राजपर्यायसरखो सिद्धद्रव्यपर्याय भाववो.' इत्येवमुक्तम् । यथा राजपर्यायात् (तद्भवे) न कदाचिदपि परिभ्रंशस्तथैव सिद्धपर्यायात् कस्यचिदपि जीवस्य न कदाचिदपि परिभ्रंशः । यद्वा राजा भूत्वा न पुनः कदापि राजकुमारतया भवनं, तथा सिद्धो भूत्वा न पुनः कदापि संसारितया भवनमित्येवं થનાર રાજકુમારનું દૃષ્ટાન્ન આપ્યું છે, જ્યારે ઇન્દ્ર થઈને માનવ બનેલાને ઈન્દ્ર જે કહેવાય છે તે અંગે રાજાના દષ્ટાન્તને ન દર્શાવતા “અમાત્યપદથી પરિભ્રષ્ટ થયેલ અમાત્યની જેમ’ એમ અમાત્યનું દષ્ટાન્ત દર્શાવ્યું છે. આના દ્વારા વૃત્તિકાર એવું સૂચવવા માગે છે કે – પદપરિભ્રષ્ટ થયા પછી સામાન્ય પ્રજાજન તરીકે જીવતો પ્રધાન જે રીતે મળી શકે છે એ રીતે સામાન્યથી રાજા મળી શકતો નથી. રાજા તો યુદ્ધ વગેરેમાં પ્રાણોને ત્યાગી દે, પણ રાજવીપદથી પરિભ્રષ્ટ થઈને સામાન્ય પ્રજાજન તરીકે જીવતો નથી. જે રાજ્ય છોડીને દીક્ષા લે છે તેના અંગે નથી રાજ્યભ્રષ્ટ થવાનો વ્યવહાર હોતો કે નથી સામાન્ય પ્રજાજન તરીકેનો. એટલે જ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગ્રન્થમાં છઠ્ઠી ઢાળની ત્રીજી ગાથાના ટબામાં ‘તિવારઈ સિદ્ધપર્યાય ઉપનો, તે વતી, પણ તેનો અંત નથી, જે માર્ટિ સિદ્ધભાવ સદાકાળ છઈ એ રાજપર્યાયસરખો સિદ્ધદ્રવ્યપર્યાય ભાવવો.” એ પ્રમાણે કહ્યું છે. જેમ રાજપર્યાયથી (તે ભવમાં) ક્યારેય પણ પરિભ્રંશ થતો નથી. તે જ રીતે સિદ્ધપર્યાયથી કોઈપણ જીવનો ક્યારેય પણ પરિભ્રંશ થતો નથી. અથવા રાજા થઈને ફરીથી ક્યારેય પણ રાજકુમારરૂપે બનવાનું હોતું નથી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org