________________
मरीचेर्द्रव्यजिनत्वेन वन्द्यता
द्रव्येन्द्रत्वेन व्यवहार्यत्वापत्तिरिति चेत् ? कः किमाह ? यदि कार्यकारणभावानुसन्धान केनाप्युपायेन भवेत्तदा स व्यवहार इष्ट एव । अत एव कोटाकोटिसागरोपमलक्षणसुदीर्घकालपश्चाद्भाविनश्चरमतीर्थकृतो जीवत्वेनानुसन्धीयमानो मरीचिस्त्रिदंडिकवेशोऽपि भरतचक्रवर्तिना वन्दितः । ननु तेन बुद्धावारोप्य भावजिन एव वन्दित इति चेत् ? तथापि मरीचिजीव एव किमर्थं तेन वन्दित इति विचार्यताम् । अन्यथा बुद्धावारोपितस्य भावजिनस्यैव वन्दनाभिप्राये यः कोऽपि जीवस्तेन चरमजिनं बुद्धावारोप्य वन्दितः स्यात् । न चैवंभूतम् । ततश्च भाविजिनजीवत्वेन मरीचिजीवोऽपि वन्दित एवेति मन्तव्यमेव। यत्तु तेन ‘अहं भावजिनं वन्दामि' इत्युक्तं, यथा गूर्जरभाषायां २७ भवस्तवने 'नवि वंदु त्रिदंडिकवेश, नमुं भक्तिए वीरजिनेश' इत्युक्तं, तत्तु न मरीचिजीवलक्षणस्य द्रव्यजिनस्य वन्द्यतानिषेधार्थं, अपि तु
સમાધાન : તો ભલે ને વ્યવહાર કરાય, આમાં કોણ શું કહે છે? અર્થાત્ અમે કાંઈ એનો નિષેધ કરતા નથી. જો કોઈપણ ઉપાય કાર્યકારણભાવનું અનુસંધાન થાય તો એ વ્યવહાર પણ ઈષ્ટ જ છે. એટલે જ એક કોડાકોડી સાગરોપમપ્રમાણ સુદીર્ઘકાળ બાદ થનાર ચરમતીર્થકરના જીવ તરીકે જોવાતો મરીચિ, ત્રિદંડિકવેશમાં હોવા છતાં ભરતચક્રી વડે વંદન કરાયો.
શંકાઃ ભરતચક્રીએ ભાવજિનને બુદ્ધિમાં કલ્પીને વંદન કર્યું હોય તો?
સમાધાન : તો પણ એણે મરીચિજીવને જ કેમ વંદન કર્યું એ પણ વિચારવા જેવું છે. જો એ જીવને વાંદવાનો અભિપ્રાય ન હોત ને માત્ર બુદ્ધિમાં આરોપિત ભાવજિનને જ વાંદવાનો અભિપ્રાય હોત તો કોઈપણ જીવ ભરતચક્રી વડે વંદાયો હોત, કારણ કે ભાવજિનને બુદ્ધિમાં તો લાવી જ શકાતા હતા. પણ એવું એમણે કર્યું નથી. માટે “ભાવિજિનના જીવ તરીકે મરીચિનો જીવ પણ વંદાયો જ છે એમ માનવું જ રહ્યું.
શંકા : ર૭ ભવના સ્તવનમાં - “નવિ વંદુ ત્રિદડિકવેશ, નમું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org