________________
श्रीनिक्षेपविंशिका-११
तस्य तत्कारणत्वाभावात्, उत्तरकालीनत्वेनाव्यवहितपूर्वकालीनत्वाभावात् । अथ किमिदं पृच्छ्यते भवता ? 'यो मनुष्यादित्वेन परिणतः स द्रव्यत इन्द्रादिरभिधीयते' इति निरूपयद्भिर्वृत्तिकारैर्मनुष्यत्वेन परिणतस्य जीवस्यैव द्रव्येन्द्रत्वमुक्तं, न तु मनुष्यस्य, तथा च कथं प्रश्नावकाशः ? तज्जीवस्येन्द्रकारणत्वे विरोधाभावादिति चेत् ? न, तज्जीवस्येन्द्रकारणत्वं यदभिप्रेतं तत् पर्यायविशेषापन्नत्वमपेक्षते न वेति द्वौ विकल्पौ । तत्राद्ये विकल्पे पूर्वकालीनसंयतमनुष्यलक्षणः पर्याय एव पर्यायविशेषत्वेन ग्राह्यः स्यात् । तथा च संयतमनुष्यस्यैव कारणत्वं द्रव्येन्द्रत्वञ्च सिद्धं, न तूत्तरकालीनस्य मनुष्यस्य । अथ नापेक्षते इति द्वितीयो विकल्पस्तनन्तकालपूर्वपश्चाद्भाविपर्यायोपेतस्यापि तज्जीवस्य શી રીતે દ્રવ્યેન્દ્ર કહેવાય? કારણકે એ કાંઈ ભાવેન્દ્રનું કારણ નથી. તે પણ એટલા માટે કે તે ઉત્તરકાલીન હોવાથી અવ્યવહિતપૂર્વકાલીન નથી.
પ્રતિપ્રશ્ન : આવો પ્રશ્ન કેમ ઊઠાવો છો ? “જે મનુષ્યાદિરૂપે પરિણત થયેલ છે તે દ્રવ્યથી ઇન્દ્રાદિ કહેવાય છે એવું નિરૂપણ કરવા દ્વારા વૃત્તિકારે મનુષ્યરૂપે પરિણત થયેલા જીવને જ દ્રવ્યેન્દ્ર કહેલ છે, નહીં કે મનુષ્યને.. પછી પ્રશ્નને અવકાશ જ ક્યાં છે ? કારણ કે એ જીવ તો ઇન્દ્રનું કારણ હોવામાં કોઈ બાધક છે જ નહીં.
પ્રતિઉત્તર : તે જીવમાં ઇન્દ્રની કારણતા જે અભિપ્રેત છે તે વિશેષ પ્રકારના પર્યાયની (પર્યાયવિશેષની) અપેક્ષા રાખે છે કે નહીં ? એમ બે વિકલ્પ છે. આમાં “રાખે છે' આવા પ્રથમ વિકલ્પમાં એ પર્યાયવિશેષ તરીકે પૂર્વકાલીનસંયત મનુષ્યરૂપ પર્યાય જ લેવાનો રહે. અને તો પછી સંયમનુષ્ય ઈન્દ્રકારણરૂપે અને દ્રવ્યેન્દ્રરૂપે સિદ્ધ થશે, પણ ઉત્તરકાલીન મનુષ્ય સિદ્ધ નહીં થાય. હવે, પર્યાયવિશેષની અપેક્ષા નથી એવો બીજો વિકલ્પ માનીએ તો અનંતકાળ પૂર્વના કે પછીના પર્યાયથી યુક્ત તે જીવનો પણ દ્રવ્યેન્દ્ર તરીકે વ્યવહાર કરવાની આપત્તિ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org