________________
श्रीनिक्षेपविंशिका-११
नोआगमतः = नोआगममाश्रित्य च । तत्रैकः = नोआगमतो द्रव्यनिक्षेपो ज्ञशरीर-भव्यशरीर-तद्व्यतिरिक्तभेदात् त्रिविधो ज्ञेयः । अन्यः = आगमतो द्रव्यनिक्षेपस्त्वेकविध एव ज्ञेयः ।
भावार्थस्त्वेवं- 'दु-द्रुगतौ'इतिधातुः । ततश्च द्रवति = तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वेति तद् द्रव्यम्, यद्वा द्रूयते = स्वपर्यायैरेव प्राप्यते मुच्यते वेति द्रव्यमित्यादिका व्युत्पत्तयोऽत्र ज्ञेयाः । ___ अत्र, यत उपादानकारणमेव स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वेति तदेव द्रव्यतया प्राप्यते, न तु निमित्तकारणमतो 'भूतस्य भाविनो वा भावस्य यत्कारणं तद् द्रव्यमिति यदुक्तं तत्रोपादानकारणमेव द्रव्यतया ग्राह्य, न तु निमित्तकारणमपि । अत एव मृद्रव्यमेव द्रव्यघट उच्यते, न तु दण्ड-चक्र-चीवरादिकमपि । तथापि नायमेकान्तो ग्राह्यः, भावमङ्गलनिमित्तकारणानामपि सुवर्णादीनां द्रव्यमङ्गलतया, अवधिज्ञानस्याधारादितया सहकारिकारणानां विपुलाचलशिलादीनां द्रव्यावधितया - ભાવાર્થ આવો છે– દુ અને તુ આ બન્ને ગત્યર્થક ધાતુઓ છે. એટલે દ્રવતિ = પોતાના તે તે પર્યાયોને પામે કે છોડે તે દ્રવ્ય. અથવા કૂયતે = પોતાના પર્યાયો વડે જે પમાય કે છોડાય તે દ્રવ્ય. આવી બધી વ્યુત્પત્તિઓ અહીં જાણવી.
અહીં ઉપાદાનકારણ જ સ્વપર્યાયોને પામે છે કે છોડે છે. માટે એ જ દ્રવ્ય નિક્ષેપ તરીકે મળે છે, નહીં કે નિમિત્તકારણ. એટલે “ભૂત કે ભાવી ભાવનું છે કારણ તે દ્રવ્ય” આવું જ કહ્યું છે તેમાં ઉપાદાનકારણ જ દ્રવ્ય તરીકે લેવું. નહીં કે નિમિત્તકારણ પણ. એટલે જ મૃદુ દ્રવ્ય જ દ્રવ્યઘટ કહેવાય છે. પણ દંડ-ચક્ર-ચીવર વગેરે નહીં. છતાં, પણ આ એકાન્ત નહીં માનવો, કારણ કે ભાવમંગલના નિમિત્તકારણ એવા સુવર્ણાદિને દ્રવ્યમંગલરૂપે તથા અવધિજ્ઞાનના આધારાદિરૂપે સહકારી કારણ બનનાર વિપુલાચલશિલા વગેરેને દ્રવ્યઅવધિરૂપે શાસ્ત્રમાં કહ્યા છે. વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિમાં કહ્યું છે કે– અથવા જે સ્વભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org