________________
द्रव्यनिक्षेपद्वैविध्यम्
वेन तस्य नामनिक्षेपत्वध्रौव्याच्च । तथा च 'ये सर्वत्र कथ्यन्ते तेषां चतुर्वैवान्तर्भावः' इत्येव नियमोऽङ्गीकर्तव्यः, न तु 'ये सर्वत्र न कथ्यन्ते तेषां चतुर्यो निक्षेपेभ्यः पृथक्त्वमेव' इति नियमोऽपीति ધ્યેયમ્ ૨૦ | . इत्थञ्चानुयोगद्वारादा आगमतो द्रव्य-भावनिक्षेपौ किमर्थमुपन्यस्तौ ? तच्चिन्तितम् । ततश्च द्रव्यनिक्षेपस्य द्वैविध्यं प्राप्यत एवातस्तवैविध्यमाह
द्विविधो द्रव्यनिक्षेपो नोआगमत आगमात् । तत्रैकस्त्रिविधो ज्ञेयोऽन्यश्चैकविध एव तु ॥११॥
अत्र चकारतुकारौ भिन्नक्रमौ ज्ञेयौ । ततश्चैवमन्वयार्थः प्राप्यतेद्रव्यनिक्षेपो द्विविधः प्रोक्तः । आगमात् = आगमतः = आगममाश्रित्य
એટલે જ, જે સર્વત્ર કહેવાય છે તેઓનો ચાર નિક્ષેપાઓમાં જ સમાવેશ કરવો' આવો જ નિયમ માનવાનો, પણ “જે સર્વત્ર કહેવાતા નથી એ ચાર કરતાં અલગ જ હોય” એવો નિયમ નહીં, એ ધ્યાનમાં લેવું. ||૧૦|| આમ, અનુયોગદ્વાર વગેરેમાં આગમથી દ્રવ્ય-ભાવનિક્ષેપ કેમ કહ્યા છે તે વિચાર્યું. એટલે દ્રવ્ય નિક્ષેપના બે ભેદ મળે જ છે. માટે તે બે ભેદ હવે જણાવે છે–
ગાથાર્થ : દ્રવ્યનિક્ષેપ બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી. તેમાંનો એક ત્રણ પ્રકારનો છે ને બીજો એક પ્રકારનો જ છે.
ટીકાર્થ : અહીં ચ અને તુ શબ્દનું સ્થાન બદલવાનું છે. એટલે આવો અન્વયાર્થ મળશે- દ્રવ્યનિક્ષેપ બે પ્રકારનો કહેવાયેલો છે. આગમથી = આગમને આશ્રીને, અને નોઆગમથી = નોઆગમને આશ્રીને. એ બેમાં નોઆગમથી દ્રવ્યનિક્ષેપ જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે, અને અન્ય = આગમથી દ્રવ્યનિક્ષેપ તો એક પ્રકારનો જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org