________________
व्यवहारनयस्तु योगबीजमप्युपचारेण योगमेवेच्छति, इति व्यवहारनयेनापुनर्बन्धकादयः स्थानादियोगस्वामिनः, निश्चयनयेन तु चारित्रिण एवेति विवेकः।
વૃત્તિઅર્થ શંકા- જો દેશથી અને સર્વથી જે ચારિત્રી હોય તેને જ સ્થાનાદિ યોગ હોય તો દેશવિરતિ વગેરે ગુણઠાણું નહીં પામેલા અને છતાં વ્યવહારથી જેઓ શ્રાવકધર્મ વગેરેમાં પ્રવર્તે છે તેઓની ચૈત્યવન્દનાદિમાં મુદ્રા જાળવવારૂપ સ્થાન, સૂત્રોચ્ચારરૂપ ઊર્ણ વગેરે ક્યિા નિષ્ફળ જશે, (કારણકે યોગાત્મક ન હોવાથી મોક્ષસાધક નથી.)
આવી શંકાને નજરમાં રાખીને એના સમાધાન તરીકે ગ્રન્થકારે ઇયરસ.. વગેરે ઉત્તરાર્ધ કહ્યો છે. (ઇત એવો દેશ કે સર્વ ચારિત્ર વિના યોગ સંભવતો નથી આવી જે વાસ્તવિકતા છે એ કારણે જ (ઇતરસ્ય5) દેશ-સર્વચારિત્રી સિવાયના અન્યજીવોના (અપુનર્બન્ધકાદિના) સ્થાનાદિને (બીજમાત્રન) યોગના બીજમાત્ર રૂપે ઉચિ) વ્યવહાર નયને પ્રધાન કરનારા વાદીઓ સ્વીકારે છે. “ચારિત્રીજીવોના જ સ્થાનાદિ મોક્ષકારણભૂત ચારિત્ર અને તત્ત્વસંવેદનમાં અન્તભૂત થતા હોવાથી યોગરૂપ છે. અપુનર્બન્ધક અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોના (ત) તે સ્થાનાદિ તોયોગનું બીજ છે એમ નિશ્ચયનયમાન્ય મત છે. વ્યવહારનય તો યોગનું બીજ પણ ઉપચારથી યોગ જ છે એવું માને છે. એટલે વ્યવહારનયે અપુનર્બન્ધક વગેરે બધા સ્થાનાદિયોગના સ્વામી છે, જ્યારે નિશ્ચયનયે તો ચારિત્રી જીવો જ એના સ્વામી છે, આ પ્રમાણે વિવેક વિશેષતા જાણવી.
વિવેચન - (૧) વીનમાā – અપુનર્બન્ધકાદિના સ્થાનાદિને યોગબીજ તરીકે તો નિશ્ચયનય પણ સ્વીકારે છે. એટલે વ્યવહાર પણ જો એને યોગબીજમાત્રરૂપે જ માને તો એની માન્યતામાં કશો ભેદ ન રહે. તેથી માન્યતાભેદ માટે અહીં વીનમાá= ચોવીઝમાત્રમપિયો આવો પાઠ હોવો ઉચિત લાગે છે જેથી “બીજમાત્રને યોગના બીજમાત્રને પણ યોગ તરીકે કેચિવ્યવહારનયવાદીઓ સ્વીકારે છે” આવો માન્યતાભેટવાળો યોગ્ય અર્થ મળે.
(૨) મોક્ષારનીમૂત... ગ્રન્થકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ્ઞાનના વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતું અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. એમાંથી પદાર્થના રૂપ રસ વગેરે વિષયનો જ જેમાં પ્રતિભાસ થાય પણ હેયવાદિન અપુનર્બન્ધકાદિને યોગબીજો
(81)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org