________________
આગળ ૧૯મી ગાથાની વૃત્તિમાં ‘કૈવલી ભગવતને સાલંબનયોગ હોતો નથી’ આ બાબતની સિદ્ધિ કરવા માટે તેઓશ્રીએ કરણોનો સુદઢ વ્યાપાર ને નિરોધ... આ બન્ને પ્રકારના ધ્યાનનો નિષેધ જણાવ્યો છે. આશય એ છે કે પ્રસ્તુતમાં અન્તર્ભાવના અધિકારમાં તેઓશ્રીના જે શબ્દો છે તેના પરથી ધ્યાનનો આલંબન યોગમાં સમાવેશ જેમ જણાય છે તેમ સાલંબનયોગનો માત્ર ધ્યાનયોગમાં જ સમાવેશ જણાય છે, કારણકે અધ્યાત્મ અને ભાવનાયોગનો સ્થાન, ઊર્ણ અને અર્થમાં સમાવેશ કર્યો છે, પણ આલંબનમાં નથી કર્યો. એટલે સ્પષ્ટ છે કે આલંબનયોગ માત્ર ધ્યાનયોગમાં સમાવિષ્ટ છે. એટલે વૃત્તિકારે સયોગી કેવલી ભગવંતમાં સાલંબનયોગનો નિષેધ કરવા માટે માત્ર ધ્યાનયોગનો નિષેધ કરવો જ આવશ્યક છે. અર્થાત્ પ્રશસ્નેકાર્થવિષયક સૂક્ષ્મોપયોગયુક્ત ચિત્તનો જ નિષેધ કરવો આવશ્યક છે. ને કેવલીમાં એવું ચિત્ત (ભાવમન) હોતું નથી એ તો સ્પષ્ટ છે જ. છતાં વૃત્તિકારે આ સરળ નિષેધ ન કરતાં સુદઢપ્રયત્નવાળો વ્યાપાર અને યોગનિરોધ એ બન્નેના નિષેધ દ્વારા ધ્યાનયોગનો – સાલંબનયોગનો નિષેધ કર્યો છે. એટલે જણાય છે કે સુદૃઢપ્રયત્નવ્યાપાર પણ તેઓશ્રીને ધ્યાનયોગ તરીકે માન્ય છે.
એટલે પ્રથમ જે અર્થ કર્યો એને અનુસરીએ તો સૂત્રના આલંબને સૂક્ષ્મોપયોગવાળું સ્થિરચિત્ત એ ધ્યાનયોગ ને એ જ સાલંબનયોગ.... પણ, અથવા કહીને બીજો અર્થ આ વિવેચનમાં જે ક્યો છે તેને અનુસરીએ તો દૃઢપ્રયત્નપૂર્વક જે સુનિયંત્રિત સૂત્રોચ્ચાર કરાય એ સૂત્રોચ્ચાર જ ધ્યાનયોગને ઊર્ણયોગ. એમ શરીરની સુનિયત્રિત મુદ્રા વગેરે ધ્યાનયોગ ને સ્થાનયોગ.... (એ ધ્યાન રાખવું કે અહીં વર્ણ કે મુદ્રા અંગે ઉપયોગની સ્થિરતાની વાત નથી, માટે આ આલંબનયોગરૂપ નથી.) સૂત્રના અર્થના ઉપયોગમાં ચિત્તની સ્થિરતા એ ધ્યાનયોગ ને અર્થયોગ (અર્થને આલંબન તરીકે લઇએ ત્યારે આ આલંબનયોગ પણ બની શકે.) પ્રતિમાદિ આલંબનને અનુસરીને થયેલી સૂક્ષ્મોપયોગવાળા ચિત્તની સ્થિરતા એ ધ્યાનયોગ ને આલંબનયોગ.
(૬) સમતાયોગ અને વૃત્તિસંક્ષય આ બેનો તદન્યયોગમાં અન્તર્ભાવ છે, તે આ રીતે – સમતાયોગમાં ઇષ્ટત્વ-અનિષ્ટત્વસંજ્ઞાનો પરિહાર હોય છે. છદ્મસ્થજીવ પણ જેને રાગ-દ્વેષ તરીકે સંવેદી શકે એવા વ્યક્ત રાગ-દ્વેષ પ્રમત્તગુણઠાણા સુધી હોય શકે છે ને એ જ ઉપસ્થિત પદાર્થમાં ઇષ્ટત્વ-અનિષ્ટત્વની કલ્પના કરાવે છે.
યોગોનો અન્તર્ભાવ
Jain Education International
For Private & Personal Use Only
79
www.jainelibrary.org