________________ અથવા સુદ્રઢપયેત્તાવાર નિરોદો વ વિજ્ઞાન __ झाणं करणाण मयं ण हु चित्तणिरोहमित्तागं / वि.आ.भा. 3071 // શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં આ જે જણાવ્યું છે કે - ચિત્તનો નિરોધ એ જ માત્ર ધ્યાન છે એવું નથી. પણ, મન-વચન-કાયા.... આ ત્રણે કરણોનો અત્યન્ત દઢ પ્રયત્ન પૂર્વકનો વ્યાપાર (અર્થાત્ અત્યન્ત નિયત્રિત ઈષ્ટ વ્યાપાર) એ પણ ધ્યાન છે, ને (તેરમાં ગુણઠાણાના અંતે) વિદ્યમાન એવા મન-વચન-કાયા (નાયોગો) નો જે નિરોધ કરવામાં આવે છે તે પણ ધ્યાન છે. આને અનુસરીને વિચારીએ તો આવો અર્થ પણ મળી શકે છે - ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન અનેકશઃ કરાતું હોય છે. એમાંથી જેટલી વાર મુદ્રા જાળવવાથીને એ મુદ્રા જાળવવામાં જેટલી સૂક્ષ્મ ચોકસાઇ રાખવાથી આ મુદ્રા જાળવવારૂપ સ્થાનયોગ અધ્યાત્મયોગ રૂપ બને છે એના કરતાં વધારેવાર મુદ્રાજાળવવાથીને વધારે સ્મતાપૂર્વક મુદ્રાજાળવવાથી એ ભાવનાયોગરૂપ બને છે. મુદ્રા જાળવવાની આ જ સૂક્ષ્મતા જ્યારે વધારે આગળ વધે છે ને તેથી એ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલ સુદઢપ્રયત્નપૂર્વકના વ્યાપારરૂપ બને છે ત્યારે આ અત્યન્તચોકસાઈ પૂર્વકની મુદ્રા સ્વરૂપ સ્થાનયોગ ધ્યાનયોગરૂપતાને પામે છે. આ જ પ્રમાણે સૂત્રોચ્ચારમાં ઉદાત્તાદિનો ખ્યાલ, સંપદા વગેરેનો ખ્યાલ... હીનાક્ષરાદિ ન થાય એનો ખ્યાલ... આ બધો ખ્યાલ જેમ વધુને વધુવાર રખાતો જાય તથા વધુ ને વધુ સૂક્ષ્મતાપૂર્વકનો રખાતો જાય એમ ઊર્ણયોગ કમશઃ અધ્યાત્મ-ભાવનાયોગરૂપતાને ઓળંગી ધ્યાનયોગરૂપતાને પામે છે. આ જ પ્રમાણે અર્ધયોગ માટે પણ જાણવું શંકા - જો આ રીતે સ્થાનાદિ પણ ધ્યાનરૂપ બની શકે છે, તો વૃત્તિકારે અધ્યાત્મ અને ભાવનાની જેમ ધ્યાનનો પણ સ્થાનાદિમાં પણ અન્તર્ભાવ બતાવવો હતો ને, માત્ર આલંબનમાં કેમ બતાવ્યો? સમાધાન - વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે ચિત્તની એકાગ્રતા (ચિત્ત નિરોધ) એ ધ્યાન એવો જે પ્રચલિત અર્થ છે એને નજરમાં લઈને આ પ્રમાણે કહ્યું છે. એટલે જ આધ્યાનયોગની વ્યાખ્યામાં પણ તેઓએ પ્રશસ્તેકાર્થવિષયક સૂક્ષ્મઉપયોગયુક્ત સ્થિરચિત્ત એ આધ્યાન એમ જણાવ્યું છે. પણ એટલા માત્રથી, તેઓશ્રીને એનો સ્થાનાદિમાં અન્તર્ભાવ માન્ય નથી, એવું માનવાની જરૂર નથી. કારણકે (78) યોગવિંશિકા ... 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org