________________
(૫) ત્રીજો ધ્યાનયોગ આલંબનયોગમાં અન્તભૂત થાય છે. સામાન્યથી સૂત્ર, અર્થ અને પ્રતિમાદિ. આ ત્રણે આલંબન તરીકે પ્રસિદ્ધ છે. એટલે સૂત્રોચ્ચારના આલંબને ચિત્તવૃત્તિના વધારે વિશિષ્ટ નિરોધપૂર્વક ચિત્તની એવી એકાગ્રતા કેળવાય કે જે “ધ્યાન સ્વરૂપ બને, અર્થાત્ ઉચ્ચારાતા સૂત્રને જ ધ્યેય તરીકે રાખીને એવો સ્થિર ઉપયોગ પ્રવર્તે કે જે ધ્યાન’ સ્વરૂપ બને, તે સ્ત્રાલંબને પ્રવર્તેલો ધ્યાનયોગ છે. એટલે કે અસ્મલિત-યથાયોગ્ય સૂત્રોચ્ચાર એ ઊર્ણયોગ છે અને એમાં થયેલી, ધ્યાનની ઊંચાઈને આંબતી ઉપયોગની સ્થિરતા એ ધ્યાનયોગ છે અને એ જ આલંબનયોગ પણ છે. આ જ રીતે અર્થ અને પ્રતિમાના આલંબને થતો ધ્યાનયોગ પણ જાણવો.
શંકા- પ્રતિમા તો એક છેને સ્થિર છે. એના આલંબને ઉપયોગની સ્થિરતા થવાથી સ્થિરપ્રદીપ સદશતા આવે. પણ સૂત્રોચ્ચારમાં તો ઉચ્ચારાતા શબ્દો બદલાયા કરવાથી ઉપયોગ પણ બદલાયા કરે છે. તો સ્થિરપ્રદીપસદશતા શી રીતે?
સમાધાન પ્રદીપમાં પણ તેલ બદલાતું રહેવાના કારણે જ્યોત બદલાતી રહે છે. છતાં જ્યોત તરીકે જ્યોત એક સરખી રહે છે. માટે પ્રદીપ સ્થિર કહેવાય છે. એમ ઉચ્ચારાતાવર્ણો બદલાતા હોવા છતાં શબ્દ ઉપયોગ તરીકે શબ્દઉપયોગ એક રહે છે. અખ્ખલિતપણે થતા સૂત્રોચ્ચાર દરમ્યાન લયબદ્ધ રીતે વર્ણોની ધારા ચાલે છે. અને એની સાથે એ જ રીતે લયબદ્ધરીતે ઉપયોગની પણ ધારા ચાલે છે. વચમાં ક્યાંય ઉચ્ચાર્યમાણવર્ણ સિવાયના અન્ય કોઇ વિષયનો ઉપયોગ આવીને આલયબદ્ધ ધારાને વિક્ષિત કરતો નથી. એટલે પ્રતિક્ષણ ભિન્ન ભિન્ન જ્યોત હોવા છતાં પવનની કોઇ ઝપટન લાગવાથી જ્યોતની ધારા એક સરખી વહે – ક્યાંય વિક્ષિપ્તન થાય તો સ્થિરપ્રદીપ કહેવાય છે તેમ પ્રસ્તુતમાં પણ ઉપયોગાન્તરરૂપ પવનની ઝપટ લાગતી ન હોવાથી ઉપયોગધારા સ્થિરપ્રદીપતુલ્ય રહે જ છે. આ જ રીતે, ઉચ્ચારાતા શબ્દો બદલાતા રહેતા હોવાથી એનો અર્થ પણ બદલાતો રહેવા છતાં અર્થવિષયક ઉપયોગની લયબદ્ધધારા જો ઉપયોગાન્તરથી વિક્ષિપ્ત થતી નથી તો એ સ્થિરપ્રદીપતુલ્ય છે જ. ઠેઠ શુક્લધ્યાનના પ્રથમપાયા સુધી સંચરણ બતાવ્યું છે તો અહીં ધ્યેયરૂપવર્ણ કે અર્થ પર ઉપયોગનું (ચિંતનનું) સંચરણ થતું હોવા માત્રથી ધ્યાનરૂપતા બાધિત થઈ જતી નથી.
બેિ પ્રકારે ધ્યાન
[17]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org