________________
योश्च तदन्ययोग इति भावनीयम्। ततो देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादियोगप्रवृत्तिः सम्भवतीति सिद्धम्।
વૃત્તિઅર્થ: પ્રશ્ન- આ અધ્યાત્મ વગેરે યોગોનો સ્થાનાદિયોગોમાં શેમાં કોનો અન્તર્ભાવ થાય છે?
ઉત્તર - દેવસેવા, જપ, તત્ત્વચિન્તનાદિ સ્વરૂપ અનેક ભેટવાળાઅધ્યાત્મ યોગનો યથાક્રમ સ્થાનમાં, ઊર્ણમાં અને અર્થમાં અન્તર્ભાવ થાય છે. ભાવનાનો પણ તે ભાવ્યને સમાનવિષયવાળી હોવાથી તેમાં જ (સ્થાનાદિમાં જ) અન્તર્ભાવ જાણવો. ધ્યાનનો આલમ્બનયોગમાં અન્તર્ભાવ થાય છે. સમતા અને વૃત્તિસંક્ષયનો તદન્યયોગમાં (અનાલંબનયોગમાં) અન્તર્ભાવ થાય છે એ વિચારવું. તેથી દેશથી અને સર્વથી જે ચારિત્રી હોય તેને જ સ્થાનાદિયોગ પ્રવૃત્તિ સંભવે છે એ વાત સિદ્ધ થઈ.
વિવેચનઃ (૧) પૂર્વે ગ્રન્થકાર જણાવી ગયા છે કે સ્થાનાદિયોગ દેશવિરત સર્વવિરતને જ હોય છે. અહીં અધ્યાત્મ વગેરે પાંચ યોગો પણ દેશવિરતિ-સર્વવિરતિ કાળમાં જ શરુ થાય છે એમ કહ્યું. એટલે આ પ્રશ્ન ઉદ્વવ્યો છે કે જો આ બન્નેના સ્વામી એક જ છે તો શું આ અધ્યાત્માદિયોગો અને સ્થાનાદિયોગો વચ્ચે કોઈ સંબંધ છે? શું આ બન્ને પ્રકારના યોગો એકબીજામાં અન્તર્ભાવ પામનારા છે? અને એનો જવાબ હા માં છે. હવે પછીના અધિકારમાં એ અન્તર્ભાવ જ વિચારાઈ રહ્યો છે
(૨) અભ્યાસ વગેરે દ્વારા ક્ષયોપશમ વધે એટલે અધ્યાત્મયોગ ભાવનાયોગમાં પરિણમે છે. ક્ષયોપશમ ઓર વધતાં વધતાં અમુક માત્રા કરતાં વધી જાય એટલે, હવે ભાવનાયોગ આધ્યાનયોગમાં રૂપાન્તરિત થઇ જાય છે. આ બાબતો જણાવે છે કે યોગના અધ્યાત્મવગેરે ભેદકૃતના પર્યાયશ્રત વગેરે ભેદની જેમ મુખ્યતયા માત્રાની અપેક્ષાએ છે. અર્થાત્ સાધકના જ્ઞાન-ઉપયોગની માત્રા વગેરેથી આ ભેદો પાડેલા છે. એટલે ઉપયોગની માત્રાવૃદ્ધિથી અધ્યાત્માદિયોગ ભાવનાદિ યોગમાં પરિણમે છે. પણ આવું સ્થાનાદિયોગમાં સંભવતું નથી. સ્થાનયોગ ગમે એટલો વધે તો પણ એ ઊર્ણયોગ કે અર્ધયોગ વગરેરૂપ બની શકતો નથી. માટે જણાય છે કે યોગના સ્થાનાદિ ભેદો મૃતના અક્ષરધૃત વગેરે ભેદોની જેમ મુખ્યતયા માત્રાની અપેક્ષાએ નથી, પણ પ્રકારની અપેક્ષાએ છે. અર્થાત્ આ ભેદો વિષયભેદે પાડવામાં આવેલા છે. આ જ કારણ છે કે માત્રાની અપેક્ષાએ જે અધ્યાત્મ યોગ છે એ જ યોગોનો અન્તર્ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org