________________
પ્રમાણે જણાવ્યું છે – અવિવસ્તુ પ્રવ્રવાર્તડપ મવતિ, પ્રવૃત્તિતક્ષણધર્મસંન્યાસીયા: પ્રવ્રચીયા જ્ઞાનયો પ્રતિપત્તિરૂપત્નીતા અર્થ? અતાત્ત્વિક ધર્મસંન્યાસ તો પ્રવ્રજ્યાકાળે પણ હોય છે, કારણકે પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મના (કિયાયોગરૂપધર્મના) સંન્યાસ આત્મક પ્રવ્રજ્યા જ્ઞાનયોગના સ્વીકાર સ્વરૂપ છે.
આમાં આશય એ છે કે ધર્મ ત્રણ પ્રકારે છે. ક્વિાયોગરૂપ, જ્ઞાનયોગરૂપ અને સ્વભાવરૂપ. જ્ઞાનશૂન્ય કે જ્ઞાનના અપ્રાધાન્યવાળી ધર્મક્ષિાઓ હોય એ ક્રિયાયોગરૂપ ધર્મ છે. જ્ઞાનના પ્રાધાન્યવાળી કિયાઓ જ્ઞાનયોગરૂપ ધર્મ છે. આત્મસ્વભાવરૂપે સિદ્ધ થયેલા ક્ષમાદિ ધર્મો સ્વભાવરૂપ ધર્મ છે.
પ્રવ્રયાકાળે પ્રથમ ક્વિાયોગાત્મક ધર્મનો સંચાર થાય છે. કારણકે હવે જે કાંઇ ધર્મો છે તે બધા જ્ઞાન પ્રાધાન્યપૂર્વકના છે. તે પણ એટલા માટે કે ભાવસાધુપણું પરિણતજ્ઞાન કે જ્ઞાનની નિશ્રા વગર હોતું નથી. દેશવિરતિ ગુણઠાણા સુધી પહોંચેલા ગૃહસ્થને પણ, સંપૂર્ણ આજ્ઞાપારતવ્ય-ગીતાર્થપારતવ્ય હોતું નથી. પ્રવ્રજ્યા સ્વીકારવાળે આ ક્વિાયોગરૂપ ધર્મનો સંન્યાસ ( ત્યાગ) થાય છે. અને આશાપારતવ્ય આવવાથી જ્ઞાનયોગ આવે છે. માટે અહીં પ્રવ્રજ્યાને કિયાલક્ષણ ધર્મસંન્યાસરૂપ અને જ્ઞાનયોગપ્રતિપત્તિરૂપ કહી છે.
છતાં તાત્વિક ધર્મ સંન્યાસમાં તો જ્ઞાનયોગાત્મક ધર્મનો પણ સંન્યાસ થાય ને સ્વભાવરૂપ ક્ષમાદિ સિદ્ધ થાય એ વિવક્ષિત હોવાથી પ્રવ્રજ્યાકાળે તાત્ત્વિકધર્મસંન્યાસ ન કહેતાં અતાત્ત્વિક ધર્મ સંન્યાસ કહ્યો છે.
પણ પ્રસ્તુત વિંશિકાગ્રન્થમાં તો દેશવિરતિધરમાં પણ અર્થયાગવગેરે સ્વરૂપ શાનયોગ માનવાનો છે ને સર્વવિરતિધરમાં પણ સ્થાનયોગ વગેરે સ્વરૂપ ક્વિાયોગ માનવાનો છે. માટે યોગદષ્ટિસમુચ્ચયમાં જે જ્ઞાનયોગ-ક્રિયાયોગની વાત છે એના કરતાં અહીંના ફાનયોગ – ક્રિયાયોગ અલગ છે એમ જાણવું. અહીં તો જ્ઞાનાત્મક હોય તે જ્ઞાનયોગ ને ક્રિયારૂપ હોય તે કર્મયોગ એટલી જ વ્યાખ્યા અભિપ્રેત છે. एष कर्मयोगो ज्ञानयोगो वा कस्य भवतीति स्वामिचिन्तायामाह
देसे सव्वे य तहा नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं इत्तुच्चिय केइ इच्छन्ति ॥३॥
યોગના સ્વામી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org