________________
(૩) અર્થ, આલંબન અને અનાલંબન આ ત્રણ યોગો ઉપયોગાત્મક છે, ને તેથી ત્રણે એક સાથે સંભવિત બને નહીં એ સ્પષ્ટ છે. પણ, જો મુદ્રા જાળવેલી હોય, યથા વિહિત નિયત્રિત સૂત્રોચ્ચાર હોય, અર્થનો ઉપયોગ હોય તેમજ અર્થના આલંબને ઉપયોગની એકાગ્રતા રૂપ આલંબન યોગ પણ પ્રવર્તતો હોય તો પ્રથમ ચાર યોગો સંભવિત બને છે. તેમ છતાં એ વખતે અનાલંબન યોગ તો હોતો નથી જ. આવું કંઇક સૂચિત કરવા માટે તે વત્વારો મેદ્રા:” એમ કહ્યું હોય એવું લાગે છે. (પણ, જ્યારે ફક્ત પ્રતિમાદિના આલંબને આલંબનયોગ પ્રવર્યો હોય ત્યારે જો સૂત્રોચ્ચાર ન હોય તો ઊર્ણયોગ ન હોય તથા અર્ધયોગ પણ ન હોય એમ લાગે છે.)
(૪) સમયવિદ = સિદ્ધાન્તના = યોગ શાસ્ત્રના જાણકારો... આવો અર્થ જાણવો. ‘સમયના જાણકારો એવો નહીં. પોડશકજીની પ્રતમાં સમવિ. ના સ્થાને તત્ત્વવિદ શબ્દ છે તે જાણવું.
સ્થાનાદિયોગ અંગે નિશ્ચયનયે આવી વિશેષતા વિચારી શકાય. સ્વાધ્યાય, ભક્તિ, પડિલેહણ, વિહાર વગેરે દરેકમાં પાપનિવૃત્તિવાળી જયણાપૂર્વકની તેમજ યથાયોગ્ય આસનમુદ્રાની જાળવણીવાળી કાયિક પ્રવૃત્તિ. એ સ્થાનયોગ છે. આ પ્રવૃત્તિ દરમ્યાન સૂત્ર વગેરે જે કાંઇ બોલવાનું હોય તે અખલિતાદિ ગુણયુક્ત રીતે ચોકકસ રીતે બોલવું એ ઊર્ણયોગ છે. બોલાતા સૂત્રાદિના અર્થમાં ઉપયોગ રાખવો આ અર્થયોગ છે. પ્રતિમાદિ વગેરે રૂપ જ્યારે જે આલંબન હોય તેમાં ઉપયોગની સ્થિરતા કરવી એ આલંબનયોગ છે. જેમકે વિહાર વખતે સાડા ત્રણ હાથ દૂર દષ્ટિને સ્થિર રાખીને ચાલવું... ને ઉપયોગ પણ કોઈ જીવન આવી જાય એમાં-સ્થિર રાખવો એ આલંબનયોગ. અપ્રમત્તમુનિને ચન્દ્રનગધન્યાયે આત્મસાત થયા હોવાથી વચનને પણ અનુસર્યા વિના જે ભિક્ષાટનાદિ થાય એ સમત્વના કારણે અનાલંબન યોગ છે.
આમાં આલંબન તરીકે વસ્ત્ર, પાત્ર, આહારવગેરે વસ્તુઓ, દષ્ટિ પડિલેહણપ્રમાર્જન વગેરે ક્રિયાઓ, ગુણવા વ્યક્તિ.. વગેરે, જે ધર્મવ્યાપાર દરમ્યાન જે ઉચિત
પ્રવૃત્તિયોગની કક્ષાનો કે તેની ઉપરની કક્ષાનો કયારેય બની શકશે જ નહીં. કારણકે પ્રવૃત્તિયોગની કક્ષાએ પહોંચવા માટે તો હંમેશા અંગસાકલ્ય પ્રયુક્ત સ્થાનાદિયોગનું સાતત્ય આવશ્યક હોય છે. અનુષ્ઠાન દરમ્યાન ક્યારેક સ્થાનયોગ જળવાયો હોયને ક્યારેક ન જળવાયો હોય એવું ઇચ્છાયોગમાં ચાલી શકે, પ્રવૃત્તિયોગમાં નહીં. [60]
યોગવિંશિકા ...)
60
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org