________________
કાયોત્સર્ગ વગેરે નિશ્ચિત મુદ્રાઓ જાળવવામાં આવે એટલે કાયાની ચંચળતા અટકે છે, જે સ્વયં એક પ્રકારનું ધ્યાન હોવાથી ‘યોગ’ રૂપ છે જ. વળી તે તે મુદ્રાપૂર્વક સૂત્ર બોલવાથી અર્થ-આલંબન વગેરે પણ સરળ બને છે. આ જ રીતે ઊર્ણ યોગથી વચનયોગની ચંચળતા અટકે છે વગેરે જાણવું. ચૈત્યવન્દનાદિ ક્રિયાકાળે મુદ્રાપૂર્વક સૂત્રો ખોલતી વખતે સૂત્રોના અર્થમાં જે ઉપયોગ રમતો રહે એ અર્થયોગ છે.
બાહ્યપ્રતિમા આદિ અંગે ઉપયોગની એકાગ્રતારૂપ ધ્યાન એ આલંબન છે. આમાં ‘આદિ’ શબ્દથી સમવસરણમાં રહેલા પરમાત્મા, અષ્ટ પ્રાતિહાર્ય વગેરે રૂપી પદાર્થોનો સમાવેશ જાણવો. આ બધાનું ધ્યાન એ આલંબનયોગ છે.
આ
પરમાત્માના કેવલજ્ઞાન વગેરે અરૂપી ગુણોનું જેમાં આલંબન છે, પણ શરીરરૂપ વગેરે કોઇ રૂપી દ્રવ્યનું જેમાં આલંબન નથી એ અનાલંબનયોગ છે. યોગ દરમ્યાન વિષય-કષાયોના વિકલ્પો હોતા નથી, માટે એ નિર્વિકલ્પ છે. અનાલંબનયોગ કાળે બાહ્ય ક્રિયાનું કે રૂપી દ્રવ્યનું આલંબન નથી. કેવલજ્ઞાનાદિ ગુણવિષયક જ્ઞાનમાત્ર-ઉપયોગમાત્ર-હોય છે. માટે ‘ચિન્માત્ર’ કહ્યું છે. વિકલ્પો ન હોવાના કારણે જ ઉપયોગની સ્થિરતા હોય છે. માટે એ સમાધિરૂપ છે. તેથી અનાલંબનયોગને અહીં ‘નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ ’ કહ્યો છે.
(૧) પરિભાવન=સર્વતઃ અભ્યાસ=બધી રીતે સ્થાનાદિયોગોનો અભ્યાસ
કરવો.
(૨) સ્થાનાદિયોગોનું પરિભાવન એ ધ્યાનાત્મક યોગના અભ્યાસ સ્વરૂપ હોવાથી યોગના જાણકારો એને યોગાભ્યાસ કહે છે. ‘નિવિજ્ઞાનંતિવિદેવિ નોમિ’ (આવ. નિ. ૧૪૬૭) વચનાનુસારે વચન-કાયયોગસંબંધી ધ્યાન પણ આપણને માન્ય છે. તેથી સ્થાન અને ઊર્ણ પણ ધ્યાનાત્મક છે જ. ⭑
* ‘‘ચૈત્યવન્દનાદિકાળે આ સ્થાન અને ઊર્ણમાં ઓઘ ઉપયોગ તો હોય જ છે. પણ, ચિત્તનો ઉપયોગ જ્યારે કાયિક ક્રિયામાં દઢ હોય ત્યારે સ્થાનયોગ, ને સૂત્રોચ્ચારમાં દૃઢ હોય ત્યારે ઊર્ણયોગ’’ – આવું કાંઇ માનવાની જરૂર નથી. ઊલટું એ દઢતા ધ્યાનની ભૂમિકાને સ્પર્શે એવી થાય તો તો એ સૂત્રના આલંબને થયેલો આલંબનયોગ છે એ વાત આગળ સ્પષ્ટ કરીશું. નહીંતર તો, ઉપયોગ પરાવર્તન પામે એટલે સ્થાનયોગ ખસી જાય ને ઊર્ણ વગેરેમાંનો કોઇ યોગ આવે. એટલે એટલો કાળ અનુષ્ઠાન ચાલુ રહેવા છતાં સ્થાનયોગ જળવાયો નહીં. ને તેથી સ્થાનયોગ
સ્થાનાદિયોગો
59
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org