________________
યોગશાસ્ત્રના જાણકારોએ (તાન્ત્રિકોએ) એક અસાધારણ (=વિશેષ પ્રકારનો) સંકેત કર્યો છે. (જે ધર્મ વ્યાપાર મોક્ષની સાથે જોડી આપે એનો ‘યોગ’ તરીકે વ્યવહાર કરવો – આ સાધારણ સંકેત છે, એની અપેક્ષાએ તાન્ત્રિકોનો સંકેતવ્યવહાર વિલક્ષણ છે – અસાધારણ છે – વિશેષ છે.) (‘ સ્થાન ઊર્ણ વગેરેનો જ ‘યોગ’ તરીકે વ્યવહાર કરવો’ – એવો યોગતાન્ત્રિકોએ સંકેત કરેલો છે. આ વિશેષ પ્રકારના સંકેતને અનુસરીને) સ્થાનાદિમાં રહેલો પરિશુદ્ધ ધર્મવ્યાપાર જ યોગ છે, કારણ કે તાન્ત્રિકોને, સ્થાનાદિ પાંચમાંથી જ કોઇને પણ જણાવવા માટે ‘યોગ’ શબ્દની પ્રવૃત્તિ-ઉલ્લેખ કરી શકાય એવું માન્ય છે.*
ટૂંકમાં મોક્ષ સાથે જોડી આપનાર કોઇ પણ ધર્મવ્યાપાર એ યોગ છે, એવું નિશ્ચયને માન્ય છે. ને ‘સ્થાનાદિ જ યોગ છે’ એવું એક ચોક્કસ વ્યવહારને માન્ય છે, એમ રહસ્ય જાણવું. ।। ૧||
જ
स्थानादिगतो धर्मव्यापारो विशेषेण योग इत्युक्तम्, तत्र के ते स्थानादय: ? कतिभेदं च तत्र योगत्वम् ? इत्याह -
ठाणुन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ॥ २ ॥
અવતરણિકાર્થ : સ્થાનાદિમાં સંકળાયેલો ધર્મવ્યાપાર એ વિશેષપ્રકારના સંકેતને અનુસરીને યોગ છે એ પ્રમાણે કહ્યું... તેમાં, તે સ્થાનાદિ શું છે ? અને તે સ્થાનાદિમાં યોગત્વ કેટલા પ્રકારનું છે ? એવી જિજ્ઞાસાને સંતોષવા ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ : સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત એમ પાંચ પ્રકારના આ યોગ શાસ્ત્રમાં કહેવાયેલા છે. એમાં પ્રથમ બે કર્મયોગ છે, તથા બાકીના ત્રણ જ્ઞાન યોગ છે.
ठाणुन्नत्थेत्यादि । स्थीयतेऽनेनेति स्थानं आसनविशेषरूपं कायोत्सर्गपर्यङ्कबन्धपद्मासनादि सकलशास्त्रप्रसिद्धम् । ऊर्णः शब्द:, स च क्रियादावुच्चार्यमाणसूत्र
=
-
*એટલે નિશ્ચયનય તો પરિણામને જુએ છે, એ વ્યાપારને ‘યોગ’ રૂપે કહે નહીં. વગેરે કલ્પના અનાવશ્યક રહે છે, કારણકે ગ્રન્થકારે સ્વયં વૅ નિશ્ચયત: વગેરે કહીને ધર્મવ્યાપારને નિશ્ચયથી યોગરૂપે કહેલ જ છે. માત્ર તાંત્રિકોએ કરેલા સંકેત અનુસારે એ ‘યોગ’ રૂપ નથી. એ જાણવું.
સ્થાનાદિયોગો
Jain Education International
For Private & Personal Use Only
57
www.jainelibrary.org