________________
એમ તો અભવ્યાદિ પણ નિરતિચાર સંયમ પાલન વગેરે દ્વારા રાગ-દ્વેષનો હ્રાસ કરે છે અને પુણ્યોપચય કરે છે જેના પ્રભાવે ઠેઠ નવમા ગ્રેવયકમાં જાય છે. અને ત્યાં માનસિક પ્રવિચારણાથી પણ મુક્ત રહે છે. પણ પ્રણિધાનાદિ ન હોવાથી આ શુદ્ધિ કે પુષ્ટિ એય સાનુબન્ધ ન હોવાના કારણે મુક્તિસુખ સુધી પહોંચાડતા નથી. દંડ કાઢી લીધા પછી પણ સંસ્કારવશાત્ ચક્રભ્રમણ કેટલોક કાળ ચાલુ રહેતું હોવા છતાં એ ક્રમશઃ શિથિલ બનતું જ જાય છે ને છેવટે અટકી જાય છે. એમ અભવ્યાદિ જીવે નિરતિચાર સંયમ પાલનાદિ દ્વારા કષાયાદિનો હ્રાસ કર્યો હોવાથી ત્રૈવેયકના ભવમાં તેમજ પછીના બે ચાર ભવોમાં પણ કષાયમંદતા વગેરે ચાલે તો પણ એ ક્રમશઃ ઘટતી જતી હોય છે ને છેવટે નારા પામે છે. (ક્યારેક વિપરીત નિમિત્ત મળે તો એ કષાયોની મંદતા શીઘ્ર પણ નાશ પામી જાય છે.) એટલે સંપૂર્ણકષાયનાશ સ્વરૂપ શુધ્ધિપ્રકર્ષ તો સંભવિત બને જ શી રીતે ? વળી જેવી કષાયમંદતા નાશ પામે, એટલે કષાયોની તીવ્રતા, અભવ્યાદિના ક્ષુદ્રતાદિ દોષો વગેરે જોર પકડે જ. એટલે સાનુબન્ધ પુષ્ટિ-શુદ્ધિ છેવટે મુક્તિમાં પરિણમવાના કારણે જેમ મુક્તિફલક કહેવાય છે, એમ પ્રણિધાનાદિ ન હોવાના કારણે જેમાં અનુબન્ધ નથી પડ્યો એવી નિરનુબન્ધ પુષ્ટિશુદ્ધિ આ રીતે, છેવટે તીવ્રકષાયાદિ દોષોમાં પરિણમે છે, માટે એ અશુદ્વિફલક કહેવાય
છે.
અભવ્યાદિને મૂળમાં તો અશુદ્ધિ જ બેઠેલી હોય છે. માત્ર એ કામચલાઉ યોગ-ઉપયોગને સુધારે છે-શુદ્ધ કરે છે. એટલે, એ સુધરેલા યોગ-ઉપયોગ જેવા ખસે કે તરત પાછી અશુદ્ધિ વ્યક્ત થઈ જાય છે. એટલે અશુદ્ધિ અંદર પડેલી જ હતી ને એ જ વ્યક્ત થાય છે. નિરનુબંધ શુદ્ધિ-પુષ્ટિથી એ પેદા થાય છે એવું નથી, (કારણકે નિરનુબંધતા અશુદ્ધિનું કારણ ન બની શકે...) પણ વ્યક્તરૂપે જોવામાં આવે તો પહેલાં પુષ્ટિ-શુદ્ધિ હતી ને પછી અશુદ્ધિ જોવા મળે છે. એટલે પૂર્વાપર ભાવ હોવાથી નિરનુબંધ પુષ્ટિ-શુદ્ધિને અહીં અશુદ્ધિકલક કહી છે એ જાણવું.
જ્યારે પ્રણિધાનાદિ આશય સ્વરૂપ ભાવ હોય તો ગુણસેનથી સમરાદિત્ય સુધીના ભવોમાં જોવા મળે છે તેમ પુષ્ટિ-શુદ્ધિ ઉત્તરોત્તર વધતી જતી હોય છે અર્થાત્ સાનુબન્ધ હોય છે... ને તેથી એ ધર્મવ્યાપાર શુધ્ધિપ્રકર્ષ દ્વારા જીવને મોક્ષ સાથે જોડી આપનારો બને છે.
નિશ્ચય-વ્યવહારથી શુદ્ધયોગ
Jain Education International
For Private & Personal Use Only
55
www.jainelibrary.org