________________
આ વિનિયોગ થવાથી પોતાને (વિનિયોજકને) ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે, સત્ત્વની વૃદ્ધિ થાય છે, ઉત્તરોત્તર પ્રબળ સંયોગ-સામગ્રી મેળવી આપનાર પુણ્યની વૃદ્ધિ થાય છે તથા અંતરાય કરનારા કર્મોનો હ્રાસ થાય છે. આ બધા પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્તિના આભ્યન્તર કારણો છે.
સામાન્યથી એક જ ભવમાં સાધના કરીને શેલેશી સ્વરૂપ પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થઈ જાય એવું બનતું નથી. અનેક ભવોની વર્ધમાન સાધના બાદ તે પ્રાપ્ત થાય છે. પણ એક ભવમાંથી બીજા ભવમાં જાય એટલે તત્કાળ કાંઇ સંયમ વગેરે પ્રાપ્ત થઈ જતાં નથી. અર્થાત્ સંયમાદિ ધર્મનો અભાવ થઈ જાય છે. તેમ છતાં સુવર્ણઘટન્યાયે* ફળનો સર્વથા અભાવ થઈ જતો નથી. (માટીનો ઘડો ફૂટી જાય, તો પછી કશું ઉપજતું નથી... સુવર્ણનો ઘડો ભાંગી જાય, તો માત્ર મજુરીની કિંમત જાય. સોનાની તો બધી જ કિંમત પૂરે પૂરી ઉપજે છે. એટલે સર્વથા નુકશાન થતું નથી. આ સુવર્ણઘટવાય છે.)
વિનિયોગના પ્રભાવે બંધાયેલ વિશિષ્ટ પુણ્યવગેરેના કારણે વિશિષ્ટ સાધનાના કારણભૂત પ્રથમ સંઘયણ વગેરેની તથા સંસ્કારને જાગ્રત કરી પુનઃ સાધનામાં જોડીદે એવા ઉબોધક વગેરેની સહજ પ્રાપ્તિ થાય છે. એના કારણે વધારે પ્રબળ બાહ્ય સાધનામાં જીવ જોડાય છે. આવું ઉત્તરોત્તર આગળ વધતાં છેવટે પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થાય છે. આ પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિનું બાહ્ય કારણ છે.
આમ વિનિયોગ, આ આત્યંતર અને બાહ્ય બન્ને કારણો દ્વારા પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું અવધ્ય કારણ બને છે. વળી જેનો વિનિયોગ કરવામાં આવે એ વધારે પ્રબળ માત્રામાં પોતાને પ્રાપ્ત થાય છે. એટલે સામા જીવમાં ધર્મસ્થાનની સાથે એના કારણ તરીકે પ્રણિધાનનો વિનિયોગ કરવામાં આવે તો પોતાને પ્રબળકક્ષાનું ઉત્તર પ્રણિધાન પ્રાપ્ત થાય છે. આ જ રીતે પ્રવૃત્તિ વગેરે માટે જાણવું. ધર્મમાં જોડાયેલા
*પ્રતમાં વિનિયોગ આશય એ સુવર્ણ છે. અને તજૂન્ય બાહ્ય પ્રવૃત્તિ એ ઘટ છે. ભવાંતરમાં બાહ્યપ્રવૃત્તિ અટકવા રૂપે ઘટનાશ થઈ જાય તો પણ વિનિયોગઆશય ( વિશિષ્ટ ક્ષયોપશમાત્મક સંસ્કાર) રૂપ સુવર્ણ તો ઊભું જ રહે છે. જે પુનઃ સંયોગ-સામગ્રી મળતાં પ્રવૃત્તિસ્વરૂપ ઘટને પેદા કરે છે. એટલે-જન્માન્તરમાં વિનિયોગ આશયન હોય- વગેરે વાતો અનુચિત જાણવી. વિનિયોગ આશય જો નાશ પામી ગયો તો સુવર્ણ શું ઊભું રહ્યું? (50) 50
યોગવિંશિકા....૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org