________________
એકાદ હોય છે. એટલે અભ્યાસ વિનાના એકલા પરિણામના ભરોસે રહેવાય નહીં. માટે રાજમાર્ગ-વ્યવહારમાર્ગ કેવળ પરિણામને મુખ્ય ન કરતાં અભ્યાસને મુખ્ય કરે છે. અભ્યાસથી શુદ્ધિ પ્રગટે છે, એનાથી વળી વધારે શુદ્ધ અભ્યાસ થાય છે. આમ ઉત્તરોત્તર જાણવું.
___ स्वप्राप्तधर्मस्थानस्य यथोपायं परस्मिन्नपि सम्पादकत्वं विनियोगः । अयञ्चानेकजन्मान्तरसन्तानक्रमेण प्रकृष्टधर्मस्थानावाप्तेरवन्ध्यो हेतुः । उक्तञ्च -
सिद्धेश्चोत्तरकार्य विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् ।
सत्यन्वयसंपत्त्या सुन्दरमिति तत्परं यावत् ।। (षोडशक ३-११) अवन्ध्यं-न कदाचिनिष्फलं, एतत् धर्मस्थानमहिंसादि एतस्मिन् विनियोगे सति अन्वयसंपत्त्या अविच्छेदभावेन तत्=विनियोगसाध्यं धर्मस्थानं सुन्दरम्, इति:' भिन्नक्रम: समाप्त्यर्थश्च, यावत्परमित्येवं योगः, यावत् परं=प्रकृष्टं धर्मस्थानं समाप्यत इत्यर्थः।
- વૃત્તિઅર્થ પોતાને સિદ્ધિરૂપે પ્રાપ્ત થયેલા અહિંસા વગેરે ધર્મસ્થાનનું જે પ્રમાણે ઉપાયો શક્ય હોય એને અનુસરીને અન્યમાં પણ સંપાદન કરવું એ વિનિયોગ છે. આવો વિનિયોગ કરાવનાર આશય એ વિનિયોગ આશય નામે પાંચમો આશય છે. આ વિનિયોગ ભાવી અનેક જન્મોમાં ઉત્તરોત્તર ઊંચી કક્ષાના તે તે ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે ઊંચા ઊંચા ધર્મસ્થાનની પરંપરા દ્વારા એ પોતાને પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવે છે. માટે આ વિનિયોગ ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનો અવધ્ય હેતુ છે. ષોડશક (૩-૧૧) માં કહ્યું છે કે –
સિદ્ધિનું ઉત્તરકાર્ય વિનિયોગ છે. આ વિનિયોગ થવા પર આ અહિંસાદિ ધર્મસ્થાન અવિચ્છેદપણે પરંપરા ચાલવાના કારણે અવધ્ય હોય છે. તેથી આ વિનિયોગસાધ્ય ધર્મસ્થાન સુંદર છે. એટલે કે પોતાને પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવી આપે ત્યાં સુધીના સામર્થ્યવાળું છે.
ષોડશકની આ ગાળામાં આવેલા કેટલાક શબ્દોનો અર્થ : -
અવધ્ય = ક્યારેય પણ નિષ્ફળનજનાર. એતત્ = અહિંસાવગેરે ધર્મસ્થાન.. એતસ્મિનું = વિનિયોગ થયે છતે. અન્વયસંપજ્યા = અવિચ્છેદપણે... તત્ = વિનિયોગસાધ્યધર્મસ્થાન. ગાથામાં રહેલો ઇતિ શબ્દ ભિન્નકમવાળો છે અને સમાપ્તિ
[48]
યોગવિંશિકા...૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org