________________
પ્રારમ્ભિક કક્ષામાં પરોપકાર કરવા ચિત્તને તૈયાર કરવું પડતું હોય એવું પણ બને... પછી પરોપકાર કરવાનું ચિત્ત સહજ બની જાય. એ પછી પણ ક્યારેક પ્રમાદાદિવશાત્ પરોપકાર ન કરે એવું પણ શક્ય બને. સિદ્ધિઆશયમાં આવું નથી હોતું. પરોપકારનું ચિત્ત સહજ બન્યું રહેતું હોય છે. ને શક્ય હોય તે પરોપકાર, વિના પ્રમાદે અચૂક થાય જ છે. પ્રવૃત્તિઆશયવાળાને પણ આ યાદિ હોય જ છે. પણ વિઘ્નજયઆશય હજુ કેળવાયો ન હોય એટલે અન્યકૃતઉપસર્ગ જઘન્યવિઘ્નનું કાર્ય કરી અહિંસાની સાધનાને ખોરંભે પાડી દે... ને સાધક કરુણા ચૂકીને દ્વેષાદિ હિંસકભાવમાં તણાઈ જાય આવું પણ અસંભવિત નથી. સિદ્ધિઆરાયવાળાને આવી થોડી પણ સંભાવના રહેતી નથી,
એ જાણવું.
અહિંસા, ક્ષમા વગેરે ધર્મસ્થાનનો પોતાના આત્મામાં સાક્ષાદ્ અનુભવ એ સિદ્ધિ આશય છે. ‘હિંસા કરવી નહીં’ એમ નહીં, ‘હિંસા મારા સ્વભાવમાં જ નહીં...’ આવી સ્વયં અનુભૂતિ એ સિદ્ધિ છે. ફક્ત બીજાના માપયંત્રો પર નહીં ચાલવાનું, તદનુસાર પોતાની પણ સંવેદના જોઇએ. શ્રી દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાં ઉપાધ્યાયજી
અયોગ્ય કહી ન શકાય, અને તેથી તેઓ પ્રત્યે માત્ર દ્રવ્યઠયા વગેરેની વાત એ તત્ત્વની અનભિજ્ઞતા છે. તેઓ પ્રત્યે તો તેઓ આગળ કેમ વધતા રહે એ માટે ભાવકરુણા જ સતત સ્ફુર્યા કરતી હોવી જોઇએ. એટલે જ શ્રીયોગરાતમાં અપુનર્બન્ધને સમ્યક્ત્વસંબંધી દેશના, ને અવિરતસમ્યક્ત્વીને દેશવિરતની દેશના આપવી. વગેરે વિભાગ દર્શાવ્યો છે. પણ ‘અપુનર્બન્ધક હોવા છતાં અયોગ્ય હોય ને તેથી એને આગળ વધવાની દેશના આપવા રૂપ ભાવકરુણા એના પ્રત્યે ન હોય. .. ’આવું ક્યાંય જણાવ્યું નથી. યોગ્ય જીવ પણ કદાચ કોઇક સહેલાઇથી આગળ વધે એમ ન જણાતું હોય તો વધારે ભાવકરુણા વહાવી વધારે પ્રયત્ન કરવાની વાત હોય, એના બદલે એની ભાવદયા છોડી દઈ અને એના ભાગ્યના ભરોસે છોડી દેવાનો ? આ શી રીતે ઉચિત ઠરે ? વળી, પરસ્પર સમાનકક્ષાએ પહોંચેલા અને તેથી સમાન આરાધના કરતા બે હીનગુણજીવોમાંથી, આ યોગ્ય છે, માટે એને મધ્યમગુણમાં ગણી એના પર ભાવકરુણા-ઉપકાર કરવાના ને આ અયોગ્ય છે, માટે એને હીનગુણમાં જ ગણી એના માત્ર દ્રવ્યદયા વગેરે કરવાના-આવો વિભાગ છદ્મસ્થ શી રીતે કરી શકે?
ન
વળી, જે લગભગ પોતાને સમાનગુણવાળા હોવાથી મધ્યમગુણી છે એના પર ‘નિમ્નકક્ષાવિષયક એવી ભાવકરુણા’ શી રીતે કહેવાય ? એ અહંકારનો ચાળો ન બની જાય ? એને તો અવસરે ક્વચિત સહકાર આપવાનો હોય... માટે હીનગુણ પર દ્રવ્યદયા... વગેરેની આ વાતો અસંગત જાણવી.
46
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧
www.jainelibrary.org