________________
વિવેચન : તે તે ધર્મસ્થાન (ગુણ) ચન્દ્રનગન્ધન્યાયે આત્માની પ્રકૃતિરૂપ બની જાય એ સિદ્ધિ છે. ચંદનને છેદો-છોલો કે ખાળો... એ સુગંધ જ આપે. એમ ગમે તેવી પ્રતિકૂળ-વિઘ્નભૂત પરિસ્થિતિમાં પણ વિવક્ષિત અહિંસાદિ ગુણ જળવાયેલો જ રહે એવી પ્રાપ્તિ એ સિદ્ધિ છે. ત્રણે પ્રકારના વિઘ્નો પર જય મેળવ્યા પછી જ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. વળી, વિઘ્નજય માટે પ્રણિધાન અને પ્રવૃત્તિઓરાય પણ પર્યાપ્તપણે કેળવાયેલા હોવા જ જોઇએ. એટલે પ્રમાદાદિજન્ય અતિચારની સંભાવના રહેતી નથી. ક્યારેક જે ઓછું વત્તું આચરણ હોય છે તે પરિસ્થિતિવશાત્ કર્યું હોવાથી અપવાદરૂપ હોય છે, પણ અતિચારરૂપ હોતું નથી. માટે અહીં ધર્મસ્થાનની પ્રાપ્તિને અતિચારરહિત કહી છે. (પ્રમાઠાદિવરાત ક્યારેય પણ અતિચાર લાગે નહીં એ રીતે ધર્મસ્થાન કેળવવામાં આવે તો ‘સિદ્ધિ’ થાય એવો સૂચિતાર્થ અહીં સમજવો. )
અધિમુખે... વિવક્ષિત અહિંસાદિધર્મસ્થાનમાં જેઓ પોતાના કરતાં આગળ નીકળી ગયા છે એવા *ગુણાધિક ગુરુ વગેરે અંગે વિનય-બહુમાનાદિ ભાવ જાગે જ. ‘આ તો અન્યપક્ષીય છે કે મારો હરીફ છે’ આવા કોઇ પણ કારણે જો ઈર્ષ્યા, દ્વેષ કે ઉપેક્ષા વગેરે ભાવ જાગે તો સમજવું જોઇએ કે પોતાને સિદ્ધિ થઈ નથી. અવિરત માટે દેશવિરત ને દેશવિરત માટે સર્વવિરત સાધુ એ ગુણાધિક છે. ગુણાધિક વ્યક્તિ આવે એટલે ઊભા થવું-આસનપ્રદાન કરવું... આ બધું વિનય છે. આહાર-પાણી-ઔષધિ વગેરે લાવી આપી સેવા કરવી એ વૈયાવચ્ચ છે. ગુણાધિક પ્રત્યે દિલમાં પ્રીતિ-આદર હોવો એ બહુમાન છે.
* ‘‘અધિશુળે... એનું તાત્પર્ય એ છે કે ક્વચિત્ પોતે જે ગુણમાં સિદ્ધિ આરાય પ્રાપ્ત કર્યો હોય તેનાથી અન્ય ગુણો ગુરુ આદિમાં અધિક હોય અને ગુરુ પણ ક્વચિત્ સિદ્ધિ આરાયવાળા હોય કે વિનિયોગ આશયવાળા પણ હોય અને કવચિત્ સામાન્ય સર્વ ગુણોની અપેક્ષાએ ગુરુ કરતાં પોતે અધિક ગુણવાળો પણ હોય, તો પણ ઉપકારકતાની અપેક્ષાએ ગુણ સંપન્ન ગુરુ અધિકગુણવાળાં જ છે. ’’આવું બધું વિવેચન ગલત જાણવું કારણ કે પોતે જે ગુણમાં સિદ્ધિ આશય કેળવ્યો છે એ જ ગુણમાં જેઓ આગળ હોય એની અહીં વિવક્ષા છે, અન્યગુણમાં કે ઉપકારક્તામાં તેઓ આગળ છે કે નહીં એની અહીં કોઇ અપેક્ષા નથી.
શંકા - વિવક્ષિત અહિંસા-ક્ષમાદિ ગુણ ક્ષાયિકક્ષાનો-પ્રત્કૃષ્ટક્ષાનો (૧૦૦%) પ્રાપ્ત થાય ત્યારે જ સિદ્ધિ કહેવાય અને તેથી એ ગુણ અંગે તો કોઇ પોતાનાથી ગુણાધિક હોય એ સંભવતું જ નથી. માટે અહીં ગુણાધિક તરીકે અહિંસા ક્ષમાદિથી ભિન્ન અન્યગુણોમાં જે પોતાનાથી
યોગવિંશિકા...૧
42
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org