________________
વિશિષ્ટ ગમન પ્રવૃત્તિનું કારણ બને છે. એ જ રીતે અહીં પણ = મોક્ષમાર્ગ પર પ્રસ્થિત થયેલા સાધક વિરો પણ શારીરિક રોગો એ જ વરવિઘ્ન સમાન વિઘ્નભૂત જાણવા, કારણકે એ જ ધર્મસ્થાનની વિશિષ્ટ આરાધનામાં પ્રતિબન્ધક છે. આ વિઘ્નોનું અપાકરણ = દૂરીકરણ, પિંડનિર્યુક્તિસૂત્રમાં ‘હિતાહાર - પરિમિત આહાર' વગેરે કહેલી રીતે રોગનાં કારણોને વર્જવાથી કે ‘આ પરીષહો મારા સ્વરૂપને અંશતઃ પણ બાધા પહોંચાડનારા નથી, માત્ર શરીરને જ બાધા પહોંચાડનારા છે’ એવી વિશેષ પ્રકારની ભાવનાથી થાય છે. એટલે (=વિઘ્નોનું અપાકરણ થવાથી, સાધક સમ્યગ્ ધર્મઆરાધના માટે સમર્થ બને છે.
વિવેચન : કંટક વિઘ્ન કરતાં જ્વરવિઘ્ન કેમ મોટું છે એ પૂર્વે જોઈ ગયા છીએ. જો કે મનની કેળવણી એ એક અલગ બાબત છે. રોગોને સહન કરતાં કરતાં એની સહિષ્ણુતા કેળવી લીધી હોય ને અન્યના ટુવચનોને – (આક્રોશ પરીષહ) ને સહન કરવાનો અભ્યાસ પાળ્યો ન હોય... તો મધ્યમવિઘ્નજય મેળવાયો છે, જઘન્યવિઘ્નજય મેળવાયો નથી.
ને
રોગાત્મક આ મધ્યમવિઘ્ન પર જય ત્રણ રીતે મેળવી શકાય છે.
(1) રોગ થાય ને પછી ચિકિત્સા કરાવવી એના કરતાં રોગ જ ન થાય એ રીતે હિતાહાર – પરિમિત આહાર વગેરે રૂપે ખોરાકનું આયોજન કરવું એ વધારે ગુણકર છે. પિંડનિર્યુક્તિની ગાથા આ પ્રમાણે છે
-
हियाहारा मियाहारा अप्पाहारा य जे नरा ।
न ते विज्जा तिगिच्छंति अप्पाणं ते तिगिच्छगा ॥ ६४८ ॥
અર્થ : જે પુરુષો હિતકર (=અવિરુદ્ધ) આહાર કરે છે, પરિમિત આહાર કરે છે, અલ્પ (ઊણોદરી પૂર્વક) આહાર કરે છે તેઓની ચિકિત્સા વૈદ્યો નથી કરતા... પણ તેઓ જ પોતાની ચિકિત્સા કરે છે.
તેમ છતાં, કર્મોદયવશાત્ રોગ થાય તો શું કરવું ?
(2) ચિકિત્સા દ્વારા રોગને દૂર કરી પ્રવૃત્તિ અસ્ખલિત રાખવી. જો આવશ્યક સંયમયોગને સીકાવ્યાવિના રોગને સમભાવપૂર્વક સહન કરવાની કેળવણી હોય, રોગ ક્રમશઃ વગર દવાએ મટી જાય એવો હોય, જ્યાં સુધી એ રીતે ન મટે ત્યાં સુધીમાં પણ મધ્યમવિઘ્નજયની ૩ રીત
35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org