________________
એમ પ્રસ્તુતમાં ઠંડી પડે... ગરમી પડે... કોઇ આક્રોરા કરતું આવે... આવા બધા પરીષહોને કાંઇ દૂર કરી શકાતા નથી... કર્મ વગેરે કારણવશાત્ જાતજાતની પરિસ્થિતિઓ તો નિર્માણ થતી જ રહેવાની, એને અટકાવી શકાતી નથી... પણ પોતે જાતને એવી રીતે ઘડી લીધી હોય કે જેથી આ વિવિધ પરિસ્થિતિઓની, પોતાની સાધનામાં સ્ખલના આવે એવી કોઇ અસર જ ન રહે. અર્થાત્ વિઘ્નાભાવ ન થયો, પણ વિઘ્નત્વાભાવ થયો. જાતને આવી રીતે ઘડવી એ તિતિક્ષાભાવના કહેવાય છે. ‘બાહ્ય પરિસ્થિતિઓની અસર મારે શા માટે લેવી જોઇએ ?’ વગેરે ભાવના પણ આમાં સહાયક બને છે.
જેમ ધનપ્રાપ્તિનું પ્રણિધાન તીવ્ર હોવાથી ને એ અંગે ચિત્તને એવું કેળવ્યું હોવાથી વિવિધ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ વેપાર છૂટતો નથી... આ વેપારઅંગેનો વિઘ્નજય છે. સાંસારિક બાબતોમાં લગભગ આવું ચિત્ત કેળવાયેલું જ હોય છે ને તેથી જ અશ્રેયમિ પ્રવૃત્તાનાં દ્યાપિ યાન્તિ વિનાયા: કહેવાયું છે. આત્મહિતકર બાબતોમાં આવું ચિત્ત સામાન્યથી કેળવાયેલું હોતું નથી, માટે ‘શ્રેયાંત્તિ વવિઘ્નાનિ’ કહેવાય છે.
અહીં, જઘન્ય વિઘ્ન તરીકે જે શીતપરીષહ-ઉષ્ણપરીષહ વગેરે કહેવાયા છે એના ત્રણ અર્થ શાસ્ત્રમાં કરાયા છે. (૧) કાતિલઠંડી એ શીત પરીષહ ને ભીષણગરમી એ ઉષ્ણ પરીષહ. (૨) મહાસત્ત્વ પુરુષને તીવ્રપરીષહુ પણ માનસિક આકુલતા કરતો નથી. તેથી એના માટે એ શીત પરીષહ ને સત્ત્વહીનને એ અસર કરી જાય છે. માટે ઉષ્ણપરીષહ. (૩) અનુકૂળ પરીષહ એ શીત પરીષહ, અને પ્રતિકૂળ પરીષહ એ ઉષ્ણપરીષહ.
બીજી અને ત્રીજી વ્યાખ્યામાં બધા પરીષહોની ગણતરી આવી જાય છે. એટલે એની જ વિચારણા કરીએ... બીજી વ્યાખ્યામાં ઉષ્ણપરીષહ એટલે જ વિઘ્ન, કારણકે સ્ખલના થાય છે. શીતપરીષહ એટલે જ વિઘ્નજય, કારણકે સ્ખલના થતી નથી. અથવા સ્ખલના નથી થતી એ દષ્ટિએ ભલે વિઘ્નજય કહેવાય, પણ ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાને સ્ખલના જે નથી થતી એનોને પોતાના સત્ત્વ-ક્ષમા વગેરેનો જો ગર્વ આવે તો પરીષહથી પરાજિત, ને પોતાના સ્વભાવ વગેરેને વિચારીને ગર્વપરિહાર કરે તો શીતપરીષહવિઘ્નજય, આ પ્રમાણે અર્થ સમજવો.
ત્રીજી વ્યાખ્યામાં અનુકૂળ પરિસ્થિતિઓને પણ પરીષહુ તરીકે કહેવી છે,
33
શીત-ઉષ્ણની ૩ વ્યાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org