________________
હોયને હજુ મધ્યમકે જઘન્ય વિધ્વજય આશય કેળવાયો ન હોય એવું પણ શક્ય છે. તેમ છતાં, આ ત્રણના નામો આવા છે એનું કારણ એ છે કે એના પ્રતિયોગી એવા વિનો અનેક અપેક્ષાએ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ છે. ઉપાધિ બાહ્ય હોવાથી એની અસર કરતાં શરીર સ્પર્શ એવા વ્યાધિની અસર ચિત્ત પર જલ્દી થવાની શક્યતા છે. ને વ્યાધિ કરતાં આધિની (દિગ્બોહની) અસર વધારે જલ્દી થાય છે, કારણકે એ સીધો મનઃસ્પર્શી છે.
ઉપાધિ બાહ્ય છે. તેથી પ્રતિકૂળવાતાવરણમાંથી ખસી જઈ અનુકૂળવાતાવરણમાં ગોઠવાઈ જવાની આશા રહે છે. રોગો તો શરીરાશ્રયી હોવાથી એ મટે નહીં ત્યાં સુધી એનાથી સ્વયં દૂર થઈ શકવાની શક્યતા હોતી નથી. માટે પણ એ ઉપાધિ કરતાં બળવત્તર વિધ્ધ કહેવાય છે.
એટલે જ ઉપાધિ કાલાન્તરે (પ્રવૃત્તિ) આશયનો નાશક છે, વ્યાધિ શીધ્રઆશયનાશક છે અને આધિ શીધ્રતરઆશયનાશક છે.
ઉપાધિ અને વ્યાધિમાં માર્ગ અંગે ભ્રાન્તિ નથી. “માર્ગ તો આ જ છે. પણ આવી પ્રતિકૂળતામાં હું શી રીતે આરાધું?’ એમ પોતાના અસામર્થ્યની કલ્પના છે... જ્યારે દિગ્બોહમાં તો માર્ગ અંગે જ ભ્રાન્તિ છે. માટે પણ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે.
વળી, ઉપાધિ કે વ્યાધિ પેદા થાય એટલા માત્રથી એ ચિત્તવૈક્તવ્ય કરી વિઘ્નરૂપ બને જ એવો નિયમ નથી. જ્યારે આધિ (દિગ્બોહ) તો અસ્તિત્વમાં આવે એટલે અસરકર્તા બની જ જાય. માટે પણ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે.
આમ વિનો જઘન્ય વગેરે કહેવાતા હોવાથી વિનજય’ પણ જઘન્ય વગેરે પ્રકારનો કહેવાય છે.
વળી, પ્રવૃત્તિની અટકાયત થાય એટલા માત્રથી વિધ્વજય આશય નથી એમ ન કહેવાય ઉપાધિ વગેરે આવવા છતાં ચિત્તોત્સાહ મોળોન પડેને શક્ય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે તો ‘
વિજય’ છે જ. માટે દેવલોકને વિશ્રામસ્થાન કહ્યું. ત્યાં આગેકૂચ અટકે છે, પણ પીછેહઠ થતી નથી, માટે ભંશ નહીં. પણ જો પ્રવૃત્તિ કે પ્રગતિની અટકાયતને જ સ્કેલનારૂપે લેવાની વિવેક્ષા હોય તો એને પણ વિન રૂપ માનવો જ પડે.
આધિ-વ્યાધિ-ઉપાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org